Category: માઇક્રોફિક્શન

ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી

ત્યાગ – મીરા જોશી   એક સવારે એ અરીસાની સામે ઊભી હતી. ઉંમરના ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી. વાળની લટમાં ઉપસી આવેલી સફેદીને નજરઅંદાજ કરવા મથતી પણ કેમેય કરીને ખોવાયેલી ચંચળતા મળી નહી..! થાકી હારી, છાપાંની...

સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને ઉપરથી ચારેકોર ગાઢ અંધારું.

હૅપ્પી બર્થડૅ માઈકલ! – ડૉ. નિલય પંડ્યા   મેં કેક ઉપર લખ્યું; ‘હૅપ્પી બર્થડૅ માઈકલ’, દુકાન બંધ કરી અને આપેલ સરનામે કેક પહોંચાડવા ચાલી નીકળ્યો.બરાબર રાતનાં બારને ટકોરે તો હું ‘હૅવન બંગ્લૉ’ પહોંચી ગયો. સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને...

મોરપીંછનો એ પ્રવાસ જોઈને પોતે દંગ રહી ગયો

મોરપીંછ – રાજુલ ભાનુશાલી એને ઘણી વખત થતું કે રખેને ભૂલમાંય અડકી જવાશે તો એનીય ચામડીનો રંગ ક્યાંક ભાભી જેવો ઇસ્ટમેન ન થઈ જાય. ક્યારેક સવારના ભાભી રોટલી કરતાં હોય ત્યારે પાછળથી બિલ્લીપગે આવીને એમનાં નિતંબ સાથે અડપલાં કરતા ભાઈને...

થોડી ક્ષણો બાદ ચોકલેટના રેપરની સાથેસાથે

ચોકલેટ – ધવલ સોની   “ચોક… ચોકલટ આપીત?” “હમ્મ.. બહુ બધી. તારે જેટલી ખાવી હોય એટલી, આવીશ? ” જવાબમાં ભૂરી હસી પડી. ઉલ્લાસભેર તેણે માથું ‘હા’ માં ધૂણાવ્યું. ભૂરી ચોકલેટના હરખમાં નિર્જન ખેતર ભણી પેલાની પાછળ પાછળ દોરવાઈ. થોડી ક્ષણો...

જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે

માથાબોળ – મીનાક્ષી વખારિયા “જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે.” હિંચકે બેઠેલાં બા બોલ્યાં. રિયા ઝાડુવાળીની છોકરી સોમીને અડવાની જ હતી. “કેમ નહીં અડવાનું દાદી?” “એ લોકો હલકી વરણના એટલે નહીં અડકવાનું બસ…” રિયા, પહેલીવાર બહાર બેઠી… “એક ખુણામાં બેસી રહેજે…...

પહેલી જુલાઈ!… આજે હું કેમ ભૂલી શકું? આજે તો તેનો બર્થડે

પહેલી પાટલીનો પ્રેમ – દિવ્યેશ સોડવડિયા   “પહેલી જુલાઈ!… આજે હું કેમ ભૂલી શકું? આજે તો તેનો બર્થડે.” સવારે અલાર્મ વાગતાની સાથે તારીખ જોઈ દેવ પથારીમાંથી સફાળો ઉભો થતાં મનમાં બોલ્યો. તરત તેણે વોટ્સઅપનું સ્ટેટ્સ બદલ્યું, ‘હેપ્પી બર્થડે…’ પાછળ કેક...

બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો

ભીની રક્ષા – ધર્મેશ ગાંધી   “ભાઈ, હું કેટલી વિવશ.. કે મારે તારા ફોટો પર..” કહેતાં બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો. “ઑયે નૌટંકી, બંધ કર તારું આ પાગલપણું.. લે આવી ગયો, બસ?” બોલતાં આર્મી-યુનિફોર્મમાં સજ્જ...

પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે

ભ્રમ – ગોપાલ ખેતાણી “તું અને જીમ? કોના માટે” “અજયને તો તું…” “ઓહ માય ગોડ…યુ ક્રેઝી!” “હા યાર…એ છે જ એવો… પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે, એની ચેસ્ટ જોઈને તો મને એવું લાગે કે હું...

ડંખીલા મધલાળ’ને વસવસો હતો કે શિકારી ફોટો-ફ્રેમમાં મઢાઈ ગયો.

મધલાળ – સંજય ગુંદલાવકર ઉર્વશી નામનું આલ્બમ અચાનક ખુલ્યું… એક લીલીછમ ડાળ પર બે પંખી બેઠા હતા. ઉર્વશી- ‘દોમ દોમ સાયબી ને રૂપ રૂપનો અંબાર’ ને મયંક- ‘ડંખીલો મધલાળ’. ઉર્વશીના ઋજુ હૃદયના સ્પંદનોથી રમે એ પહેલા તો એક શિકારી આવ્યો...

‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….”

હમસફર – જીજ્ઞેશ અધ્યારૂ ‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….” બારીના પડદામાંથી ચળાઈને આવતી ચાંદનીના આછા ઉજાસમાં એક મરોડદાર દેહલતા કિંગબેડ પર ઢળી રહી. દરવાજે ઉભેલું શરીર જાણે સુન્ન થઈ ગયું, અચાનક એમાં ઝણઝણાટી ફેલાઈ, ધીમા પગલાં થયા....

“શું તું અને તારો પ્રેમ ફક્ત મારા જ થઈને ના રહી શકે?”

સાધના – મીતલ પટેલ એની નાગણશી લીસી ત્વચા પર પ્રેમથી મારો હાથ ફરી રહ્યો અને એનું રોમરોમ ઝંકૃત થઈ ઊઠ્યું. સાથે મારું પણ! એના કોમળ ગુલાબી અધરોનો રસ મને આજે પણ પહેલી વાર જેટલો જ મીઠો લાગ્યો. અખંડ તૃપ્તિનો સંતોષ...

તને આમ જીવવું ફાવી ગયું હશે ને?

બોન્સાઈ – સોનિયા ઠક્કર   વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી. દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી, ‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’

આજે કોઈ રૂટિન કામ નહીં.. નો છાપું.. નથિંગ.

નો છાપુ, નો ટી.વી. – નીલમ દોશી   સમાચાર પર નજર પડતા જ રાધિકાએ છાપાનો ડૂચો વાળી માળિયા પર ઘા કર્યો. રહીમ બ્રશ કરીને આવ્યો, રોજની જેમ બંને સાથે ચા પીવા બેઠા. ચાનો કપ લેતા રહીમે પૂછયું, “છાપું ક્યાં?” “ખબર...

સિગ્નલ શરુ થતાં રિક્ષાએ ફરી એ જ રફતાર પકડી

રફતાર      —         રક્ષા મામતોરા “ઓટો….પ્લીઝ…” કહી કશિષે હાથ લાંબો કરી રિક્ષા રોકી અને ઝડપથી રિક્ષામાં બેસી ગઈ. આગ ઓકતી ગરમીને મહાત કરી માનવીની રફતાર તેજ ગતિએ ચાલી રહી હતી. રેડ સિગ્નલ આવતા જ રિક્ષા થંભી. કશિષે બેચેનીપૂર્વક રીસ્ટવોચમાં જોયું ,...

વક્તવ્ય આપતો એ ઘેઘૂર અવાજ સાંભળી હું થડકી.

દાઝ  —                   શિલ્પા સોની ન્યૂઝ ચેનલ પર પ્રસારિત સ્લાઇડમાં કાયમ નારી ઉત્થાન પર વક્તવ્ય આપતો એ ઘેઘૂર અવાજ સાંભળી હું થડકી. શાળાનાં વાર્ષિકોત્સવ વખતે સ્ટેજ તરફ દોરતા, મારી છાતીએ બે વખત હાથ અડાડી, સૉરી કહેતો એ કદરુપો...