ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ખોવાયેલો પાસપોર્ટ – વૈશાલી રાડિયા

“વિભુ, મારો પાસપોર્ટ ક્યાંય મળતો નથી, પાસપોર્ટ ઑફિસ બંધ થવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ઘર આખું ફેંદી નાખ્યું.” બોલતા કિશોરીલાલ માથે હાથ દઈ બેસી ગયા.

“ઓહ! તો શું આપણે જીવનના આખરી દિવસો અહીં વિદેશમાં જ દીકરા વહુના અળખામણા રહી વિતાવવા પડશે? વતનની માટીમાં અંતિમ શ્વાસ લેવાના આપણા સપનાનું શું?” વિભા કિશોરીલાલ સામે જોઈ રહી.

“વિભુ, પૌત્ર બીમાર છે એવા સમાચાર મળતા ભારત છોડી લાગણીમાં આપણે કમને અહીં આવવું પડ્યું. ત્યારે જ તેં મને વચને બાંધી લીધેલ કે આખરી સમય તો વતનમાં જ આવશું. અહીં આપણી લાગણીની કોઈ કિંમત જ નથી. હું એ વચન નીભાવી શકીશ કે કેમ? હવે આશા નથી રહી.”

હૃદયમાં થતી ખુશી છુપાવતી વિભા મનમાં યાદ કરી રહી…. ‘ભારતમાં સાંજની ચા માટે કિશોરીલાલની રાહ જોતી ત્યારે બાજુના બંગલામાં એકલી રહેતી વિધવા વાસંતીના બંગલાના કમ્પાઉન્ડમાં ચાલ હાસ્ય અને ટેબલ પર રહેતા ચાના બે કપ!’

ભારી (માઈક્રોફિક્શન) – વૈશાલી રાડિયા

‘એયય… છોડી, ઊભી રે ને. આ લાકડાની ભારી માથે મૂકાવી દે તો. પસી પાટા વટજે.’ વાલીની વાત પૂરી સાંભળ્યા વિના જ સાથે ચાલતી એ અજાણી છોકરીએ પોતાની નાનકડી ભારી માથે મૂકી પાટા ઓળંગવા દોટ મૂકી.

Leave a comment

Your email address will not be published.

One thought on “ખોવાયેલો પાસપોર્ટ – વૈશાલી રાડિયા”