મિત્રો, સર્જન સાથેની મારી બે વરસની સફરના સુખદ અનુભવોનો શાબ્દિક ચિતાર મારા શબ્દોમાં… સૌ પ્રથમ તો મને સર્જન પરિવારના સભ્ય હોવાનું ગૌરવ છે. એકદમ શિસ્તબધ્ધ અને માત્ર સાહિત્યની જ અનેકવિધ પ્રવૃત્તિઓથી સદૈવ ધબકતું અને સર્જનાત્મકતાની ગરિમાને ગૌરવાન્વિત કરતું આ ગ્રૂપ એટલે 'સર્જન'.
માઇક્રોફિક્શન પ્રકાર મુજબ Uncategorized
મને નવલિકા કે લઘુવાર્તા લખવાનો મહાવરો છે પણ મને માઈક્રોફિક્શનનો કોન્સેપ્ટ વધુ ગમે છે કારણકે એમાં એક સુખદ - દુઃખદ ચોટદાર આંચકો હોય છે; સાથે સાવ થોડી ક્ષણોમાં એક અલગ મનોજગત ઊભું કરે છે જે માનવમાત્રને વિચારતાં કરી દે.
વિચારવું એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. ઉંડુ વિચારવાનો વિચાર આપણને મૂંઝવણની સ્થિતિમાં મૂકે છે. એ શું છે? ક્યાંથી આવે છે? શા માટે તમે એક માટે મિનીટ મહાન વિચાર આવે છે, અને પછી તરતની જ ક્ષણે ભયંકર વિચાર? આપણા વિચાર શા માટે આપણને પ્રેરણાદાયક અનુભવ આપે છે, અને સાથે સાથે દુ:ખની શક્યતાઓના વિચાર આપણને પાગલ કેમ કરી મૂકે છે? શું આ અસ્તવ્યસ્ત વિચારો અને મનની વૈકલ્પિક સ્થિતિને એકઠા કરી એ ઉર્જાને તમારા લેખન તરફ દોરવાનો કોઈ માર્ગ છે?
ગુજરાતી સાહિત્યજગતમાં માઇક્રોફિક્શન વાર્તાપ્રકારને પ્રસારિત અને પ્રસ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે સર્જાયેલ ‘સર્જન’ વોટ્સએપ ગૃપ દ્વારા પોતાના ઉદ્દેશને સાકાર કરવાના પ્રયત્નરૂપે ગુજરાતના વિવિધ શહેરોની લાઇબ્રેરી સાથે મળી માઇક્રોફિક્શન વાર્તાના પઠન, માહિતી અને સમજણ અંગે વિગતે ખ્યાલ આપતા કાર્યક્રમો “માઇક્રિફિક્શનની મહેફિલ”ના નામે યોજાઈ રહ્યા છે.
માઈક્રોફિક્શનને એક ટુચકો, એક જોક ગણતા, એ રીતે લખતા અનેક લોકો વિશે શું કહેવું? મને નથી લાગતું કે મારે કે હાર્દિકભાઈએ કે નીલમદીદીએ કે સર્જનમાંથી કોઈએ પણ હવે સર્જન સિવાય માઈક્રોફિક્શન લખતા લોકો વિશે કંઈ પણ બોલવું જોઈએ.. સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું નથી? માઈક્રોફિક્શનને શબ્દોની ચાલાકી ગણતા કે 'હું માઈક્રોફિક્શનને સાહિત્યનુ સ્વરૂપ ગણતો / ગણતી નથી' કહેનારા મિત્રોને - વડીલોને પણ અમારે કંઈ કહેવું જોઈએ નહીં, કારણકે સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું બોલાયું નથી? દલીલો કોઈ હેતુ સારવાની નથી કારણકે બધા પોતપોતાના વિચારોની લાકડી લઈને જ આવે છે, અને એ લાકડીઓ વીંઝાય એટલે કોઈક તો ઘાયલ થાય જ.. ગાંધીજીની જેમ પોતાની લાકડીનો ઉપયોગ કરનારા મહાનુભાવો પણ છે, પણ આ એમની વાત નથી. પોતાના વિચારોની સ્પષ્ટતા અને મંતવ્યની સજ્જતા સાથે જે ચર્ચા કરવા આવે એનું એક વિદ્યાર્થી બનીને કાયમ સ્વાગત કર્યું છે અને કરીશું જ. પણ સાહિત્યનો અંતિમ હેતુ કોઈકના મનને શાતા આપવાનો હોય, કોઈકના જીવનમાં હકારાત્મકતાનો ઉજાસ ફેલાવવનઓ હોય, કોઈના મનને લોહીલુહાણ કરવાનો કદાપિ ન હોય.
દિવાળીનો તહેવાર એટલે ઝગમગાટનો ઉત્સવ. ચારે તરફ ખુશી અને આનંદનો માહોલ. ઘર અને તેની આસપાસનું વાતાવરણ સ્વચ્છ કરવાનો અને શણગારવાનો અવસર. દિવાળીનાં તહેવારને અનુલક્ષીને હું ઘરની સફાઈ કરી રહી હતી. ગોઠવી રાખેલા કાર્યક્રમ અનુસાર ઘરની તમામ વસ્તુઓની વારાફરતી સફાઈ કરી રહી હતી. ત્યાં જ મનમાં એક વિચાર ઝબકયો કે હું ઘરની તો તમામ વસ્તુઓની સાફ સફાઈ કરી રહી છું. તો વળી દરેક સ્થુળ વસ્તુઓને ધોઈને, લૂછીને આવશ્યકતા અનુસાર સાફ પણ કરી રહી છું. પણ મેં ક્યારેય મનની સફાઈ વિષે વિચાર્યું છે ખરું? તનની સફાઈ તો આપણે સ્નાન દ્વારા દરરોજ કરીએ જ છીએ. પણ મનનું શું? મન – કે જે આપણે હંમેશાં માર્ગદર્શન આપતું રહે છે. જે આપણાં માટે સતત વિચારો કરતું રહે છે. જો એનું સાંભળીએ તો ક્યારેય આપણે ગેરમાર્ગે દોરતું નથી. કોઈ બીજું સાથ આપે કે ન આપે પરંતુ, મન આપણે ક્યારેય એકલાં કે અધવચ્ચે છોડી દેતું નથી. આવાં મન માટે મેં શું કર્યું છે અથવા હું તેનાં માટે શું કરી શકું? ને હું વિચારે ચડી ગઈ.
પોનીટેલમાં બંધાયેલા કાળા વાળ, સાદો પરંતુ આકર્ષક ડ્રેસ, મક્કમ ધીમી અવાજ વિહીન ચાલ. ચાલીસથી પચાસ વર્ષ વચ્ચેની ઉમર. સંપૂર્ણ શાંત, એકાગ્ર ચિત્ત, સ્વસ્થ મનની સ્વામિની, આત્મવિશ્વાસથી છલકાતો ધીર ગંભીર ચહેરો. કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાની હિંમત એની આંખોમાં દેખાય છે. આ એક બદલાવ છે, જેને લીધે એની ઉમર અત્યારે છે એ કરતાં દસ વર્ષ ઓછી દેખાય છે.
૧૯૧૪માં એક ઉચ્ચ બંગાળી વિદ્વાનના ઘરે મારો જન્મ. અમારા ઘરમાં પહેલેથી જ સાહિત્ય અને કલાનું વાતાવરણ હતું, રવીન્દ્રનાથ ટાગોરની મારા ઘરે આવન-જાવન હતી અને અમે પણ શાંતિનિકેતનમાં જઈ એમની પાસે રોકાતાં. આ કારણોથી જ કદાચ હું પણ વિદુષી ગણાતી. બહુ નાની ઉંમરે કવિતા રચતી થઈ ગયેલી. રવીન્દ્રનાથ ટાગોર મારો પ્રથમ પ્રેમ હતા તેવું એ કહેતો, એ એટલે મિર્ચા યુકલીડ્સ. હું ત્યારે એક મુગ્ધા હતી. મોટી આંખો, લાંબો-કાળો કેશકલાપ, શ્યામલ વર્ણની નાજુકશી હું સુંદર ગણાતી. સોળ વર્ષની હતી ત્યારે મિર્ચાને પ્રથમવાર મળી, મળી તો શું - એણે મારા ઘરના એક ઓરડા ઉપર કબજો જ કરી લીધો; અને ધીરે ધીરે મારા દિલ ઉપર પણ. મિર્ચા યુકલીડ્સ એક ફ્રેન્ચ હતો જે મારા પિતાજી પાસે ભણવા આવ્યો હતો. બંગાળી વાતાવરણમાં એક વિદેશી ગોરો પડછંદ યુવાન આવી ભળી રહ્યો હતો. સ્વાભાવિક રીતે હું એની તરફ ઢળી રહી.
હું મારા મિત્ર સાથે વાત કરતી એક લાઈબ્રેરીમાં ચાલી રહી હતી. "પોસ્ટઓફિસના અલી ડોસા કરતા પોસ્ટ ઓફિસની ભીંતો, બારણાં, બારી; એ અલી ડોસાને જોઈ શું વિચારતા હશે એ જાણવું વધુ ગમે. આસપાસની વસ્તુઓમાં સજીવારોપણ કરવું, એમની દ્રષ્ટિએ જોવું, એ વિચાર જ અદ્રુત છે." મારી મિત્ર મારી સામે હસીને બીજા પુસ્તક શોધવા આગળ વધી. પાસેના શેલ્ફમાંથી અચાનક સિંહાસન બત્રીસીનું પુસ્તક મારા પગ પાસે આવી પડ્યું. "મારી દ્રષ્ટિએ જોઈ શક્શો?"
એ પંદર વરસની છોકરી છે, પણ એનો દેખાબ તેર વર્ષ જેવો, મુંબઈની એક ગંદી સાંકડી ચાલીમાં એની મા સાથે રહે છે. એને ચાલીની સ્ત્રીઓની જેમ બીજી કુથલીઓમાં જરાય રસ નથી, આખો દિવસ ચાલીની પોતાનાથી નાની મિત્ર છોકરીઓ સાથે અર્થહીન રમતો રમ્યા કરે. એ ખૂબસૂરત નથી, એનો રંગ ગાઢો ઘઉંવર્ણો અને એમાં મુંબઈના વાતાવરણને લીધે કાયમ ચહેરાને ચીકાશ વળગી રહે છે. એના હોઠ ચીકુની છાલ જેવા પાતળા છે, અને ઉપરના હોઠ ઉપર હંમેશા પરસેવાના ત્રણ ચાર ટીપાં ઝબક્યા કરે. જો કે એનું શરીર સુડોળ અને ભરાવદાર છે, ગરીબી એની પાસેથી શરીરની સમૃદ્ધિ છીનવી શકી નથી. ઉલટું જાણે જવાનીએ ખૂબ શિસ્તબદ્ધ હુમલો કર્યો હોય એમ એની ઓછી ઉંચાઈ છતાં એ સતત તંદુરસ્ત અને ભરાવદાર થઈ રહી છે. ચાલીની પાસેની સડક પર ચાલતા ક્યારેક એનો મેલો ઘાઘરો ઉંચો થઈ જાય તો એના પગની સાગની ચમક ધરાવતી પીંડીઓ પર કંઈક આંખો ચોંટી જાય એવી એ આકર્ષક. એની પીંડીઓ પર એકેય વાળ નથી, પણ ચામડીના નાના નાના છિદ્રો સંતરાની છાલની યાદ અપાવે એવા કાયમ તરોતાજા.. એના વાળ ગુચ્છેદાર, લાંબા અને રાત્રે કોઈએ કાળી શાહી ઢોળી હોય એવા અંધારભર્યા, એને ચોટલો રમતી વખતે ચાબુકની જેમ પીઠ પર કાયમ વાગે. જિંદગીમાં એને કોઈ ફિકર નથી, બે વાર જમવાનું સમયસર મળી રહે છે, એની માં ઘરનું મોટાભાગનું બધું કામ કરે છે, અને એ પોતાની રમતો રમ્યા કરતી ખુશ રહે.
જીવ – મીનાક્ષી વખારિયા હવે બચ્યા-ખૂચ્યા શ્વાસ ડચકિયા લઈ રહ્યા છે. આપ્તજનો મારી અંતિમક્રિયાની તૈયારીમાં પણ લાગી ગયા હશે. તોયે હું હજી અગતિયાની જેમ આઈ.સી.યુ.ના દરવાજા તરફ મીટ માંડી રહ્યો છું. મારું દિલ કહે છે કે મારી હાલતના સમાચાર તારા સુધી પહોંચ્યા જ હશે. તું આવ્યા વગર નહીં રહે એની મને […]
‘પોસ્ટઓફિસ’ વાર્તાના આપણા સૌના પ્રિય એવા વડીલ અલીડોસાને માઈક્રોફિક્શન વિશે કંંઈક કહેવુંં છે.. તો સુધારાવાદી આત્મીય પરમ શ્રદ્ધેય ૧૦૦૫ શ્રી ભદ્રંંભદ્ર પણ માઈક્રોસર્જન પુસ્તક વિશે કંઈક કહેવા માંગે છે.. ગીરથી સાંસાઈ પણ એક સરસ સંંદેશો લઈને આવી છે.. (માઈક્રોસર્જન – ૨ પુસ્તક વિમોચન વખતે સ્ટ્રેજપરથી આપણા આ અમર પાત્રોએ માઈક્રોસર્જનને […]