ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સદૈવ ધબકતું ‘સર્જન’ – ગીતા પંડ્યા

મિત્રો, સર્જન સાથેની મારી બે વરસની સફરના સુખદ અનુભવોનો શાબ્દિક ચિતાર મારા શબ્દોમાં… સૌ પ્રથમ તો મને સર્જન પરિવારના સભ્ય હોવાનું ગૌરવ છે. એકદમ શિસ્તબધ્ધ અને માત્ર સાહિત્યની જ અનેકવિધ પ્રવૃત્તિઓથી સદૈવ ધબકતું અને સર્જનાત્મકતાની ગરિમાને ગૌરવાન્વિત કરતું આ ગ્રૂપ એટલે ‘સર્જન’.

જેટલી નિષ્ઠાથી માણસ પારિવારિક જવાબદારીઓ નિભાવે એટલીજ નિષ્ઠાથી આ પરિવારના દરેક સભ્યોની સર્જનાત્મકતાને ઓપ આપવાના પ્રયાસોથી નીખરી આવતી બધાની વાર્તાઓ વાંચતી વખતે ગૌરવ થાય છે.

માઈક્રોફિક્શન વિશેની સાચી અને ઊંડી સમજ કદાચ બીજે ક્યાંયથી મળવી મુશ્કેલ છે. સભ્યોની વાર્તાઓ ગુણવત્તાના ધોરણે પ્રિન્ટ મિડિયા સુધી પહોંચતા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. દરેક મહિને પ્રગટ થતું સર્જનનું ઈ – મેગેઝીન અને એનું પ્રતિનિધિત્વ સંભાળતા દરેક સભ્યોને મારી સલામ. પરિવારમાં ઘણાં અનુભવી અને નિવડેલા મિત્રો પણ છે. તેઓની લેખનશૈલીથી શીખવાનું મળે છે.

ગ્રૂપની ધૂરા સંભાળતા મિત્રોને દિલથી અભિનંદન સાથે આશીર્વાદ કે માઈક્રોફિક્શનનું નામ જ્યાં પડે ત્યાં સર્જનનું સૌ ઉદાહરણ આપે છે એ ઊંચાઈ જાળવી રાખી નવા શિખર સર કરીએ એવી ઈશ્વરને પ્રાર્થના.

ગીતા પંડયા

Leave a comment

Your email address will not be published.