માઇક્રોફિક્શન પ્રકાર મુજબ કરુણરસ
“મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન... શાંતિ કા ઉન્નતિ કા પ્યાર કા ચમન.....” રીંગ વાગતા ભારતમાતાની છબી આગળ મૂકાયેલો ફોન, કરચલીવાળા પણ ધ્રૂજારી વગરના મક્ક્મ હાથે ઊંચકાયો. ”હલ્લો” ”રમણીક સાહેબ?” ”હા બોલુ છું. તમે?” “સાહેબ રફીક બોલું છું.”
“કેમ તારી આંખો સૂજેલી દેખાય છે? રાતે સૂતો નથી?” “જો, આ ઉઝરડા… એમ ભૂસવાં સહેલાં છે?” “ભૂસવા તો પડશે જ… આફટર ઓલ… આપણે એક… પણ આપણી વફાદારીનો આવો શિરપાવ!?” “પટ્ટાના સોળને હું રાતભર ચાટતો રહ્યો ને રોતો રહ્યો…” છેવટના શબ્દો ગળામાં જ રૂંધાઈ ગયા.. “ચાર્લી, તને ભૂખ તો લાગી હશે […]
શંભુએ ચાલવાની ઝડપ વધારી, બાર વાગી ચૂક્યા હતા. દવાખાને પહોચવું હતું બે વાગતા પહેલા, પણ આ પળોજણો! એનો પાર ન હતો. સવારથી પત્નીની મગજમારી, છોકરાનાંં કજિયા, મકાનમાલિકના ભાડાની ઉઘરાણી, અને એની પોતાની શારીરિક સ્થિતિ! એ હસ્યો થોડું અને ચાલતો રહ્યો. છૂટક મજુરીનું કામ કરતાં કરતાં ક્યારે એનું શરીર નબળું પડતું ગયું એ પોતે જ જાણી ન શક્યો, પણ છેલ્લા ઘણા દિવસોથી નબળાઈ વર્તાતી હતી. બે ત્રણ દિવસ તો સરકારી ડોક્ટરની દવા લીધી પણ ફરક નહોતો એટલે પ્રાઈવેટ ડોક્ટર પાસે જવાનું વિચાર્યું. તાણીને ભેગા કરેલા ત્રણસો રૂપિયા બંડીના ખિસ્સામાં મૂકીને એ નીકળ્યો.
પંડિતે યજમાનને કહ્યું, “ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળશે.” ગંગાએ અદ્ધર શ્વાસે કહ્યું, “અરર! આ ચામડીના રોગવાળો હમણાં ખાબકશે.” યમૂનાએ રોતલ અવાજે કહ્યું, “હા બેના, લાલચુ પંડિત દક્ષિણાના લોભમાં આપણો કાયમ દુરુપયોગ કરે છે.” સરસ્વતિ તો આંસુ આંસુ જ હતી.
"રમા શોર્યને રમવા બહાર મોકલીશ નહીં.", ઉંઘમાં જ મેં સાંભળ્યું. "..પણ આમ ક્યાં સુધી?" મમ્મીને ચૂપ કરવા માટે પપ્પાની બે કરડી આંખો જ પૂરતી હતી. તમને ખબર છે; હું પૂરાં પાંચ વર્ષનો થયો પણ પપ્પાએ કદી મને વ્હાલ નથી કર્યું. હું અને મમ્મી ક્યારેય ઘરની બહાર જતાં જ નથી. હું સ્કૂલે પણ નથી જતો, મમ્મી જ મને ભણાવે છે. કાલે હું ટેબલ્સ બોલી ગયો ત્યારે કેટલી ખુશ થઈ ગયેલી એ!
જમનામા.. – નીલમ દોશી “જો ચિંતા નહીં કરવાની… હમણાં તારા બચુલિયા આવી જશે હોં… મોટા થયા તો બહાર તો જાય કે નહીં? કંઇ તારા ખોળામાં જ થોડા જિંદગી આખી પડ્યા રહે..? એને પણ બહારની દુનિયા જોવી હોય કે નહીં?” જમનામા પોતાની પાળેલી બિલાડીને સધિયારો આપતા હતાં. પણ આજે તો એ […]
મનભેદ – જીજ્ઞેશ અધ્યારૂ ‘મૂશળધાર વરસાદે એ ગાડરિયો આનંદમગ્ન થઈ પોતાના ઘેટાં બકરાંની સામે જોઈને ગીત ગાવા લાગ્યો, ગાડર જાણે તેનું ગીત સમજતા હોય તેમ તેની તરફ દોડ્યા અને પોતાના નવજાત પુત્રને પિતા વ્હાલ કરે એમ એ ગાડરિયો પોતાના બકરાંને વ્હાલ કરવા લાગ્યો.’ રસ્તાની નીચે નદીના પાણીને પસાર થવા બનાવાયેલ […]
છોકરું – જીજ્ઞેશ અધ્યારૂ ઘરની અંદર મીરાં બરાડા પાડી રહી અને ઘરના જાણે બહેરા હોય તેમ પોતપોતાનું કામ કર્યે જતાં હતાં. “આ શું માંડ્યું છે? મારી છોકરીને કેટલી હેરાન કરશો? હરા.. તમને કેટલી વખત કહ્યું કે છોકરો કે છોકરી એ મારા હાથની વાત નથી” પછી મનોજ તરફ ફરીને બરાડી, “નીંભરની […]