વક્તવ્ય આપતો એ ઘેઘૂર અવાજ સાંભળી હું થડકી.

દાઝ  —                   શિલ્પા સોની ન્યૂઝ ચેનલ પર પ્રસારિત સ્લાઇડમાં કાયમ નારી ઉત્થાન પર વક્તવ્ય આપતો એ ઘેઘૂર અવાજ સાંભળી હું થડકી. શાળાનાં વાર્ષિકોત્સવ વખતે સ્ટેજ તરફ દોરતા, મારી છાતીએ બે વખત હાથ અડાડી, સૉરી કહેતો એ કદરુપો...

વર્ષોથી પથારીમાં બેશુધ્ધ પડેલી હું એટલે રોઝી

નવજીવન          —           હેતલ પરમાર વર્ષોથી પથારીમાં બેશુધ્ધ પડેલી હું એટલે રોઝી. મારી આંખો જુએ છે બધું, પણ… દોરા, ધાગા, માનતા, દવા, દુઆ બધું જ કર્યું પણ હાલતમાં કોઈ સુધારો નહીં. એ ગોઝારી ઘટના જ્યારે નજર સામે તરવરે ત્યારે મારી...

તેની નજર સમક્ષ બાળપણ તરવરી ઊઠ્યું

ધરબાયેલું      —             સ્વાતિ શાહ જાનકી હોમવર્ક કરાવતા અનિકાને લડતા બોલી, “તું હવે લખવામાં બહુ ભૂલો કરે છે, હું એકની એક વાત કેટલીવાર સમજાવું? હવે સમજે છે કે લગાવું એક થપ્પડ! મને લાગે છે કે હવે તું સજા...

તે રોજ રાત્રે પોતાના માટે બદામ પલાળવા સિવાય ….

યાદ    — રીતુ મહેતા નિલયની ઑફિસની ફાઇલો ગોઠવીને તૈયાર કરવી, પોતાના પ્રોજેક્ટ અસાઇનમેન્ટ્સ સબમીટ કરવા, ગુરખાને પૈસા ચૂકવવા, કચરાપેટી ખાલી કરવી.   તે રોજ રાત્રે પોતાના માટે બદામ પલાળવા સિવાય ક્યારેય કશું જ ના ભૂલી.

ભઠ્ઠે? અરેરે.. હું પાદરે શાળા છે ત્યાં ભણવા જવાનો છું.

પરંપરા   —     પ્રિતિ ભટ્ટ “વાસુ ઓ વાસુ!” “હા મા,” “સાંભળ દીકરા, તું હવે બાર વર્ષનો થઈ ગયો. કાલથી તારા બાપુ સાથે ભઠ્ઠે જવા માંડજે.” “ભઠ્ઠે? અરેરે.. હું પાદરે શાળા છે ત્યાં ભણવા જવાનો છું. માસ્તરજી કહેતા હતા કે, દાખલો થઈ...

ભગવાન, તને માલૂમ થાય કે મારી મા ખૂબ બીમાર છે

ભગવાનનો કાગળ – શૈલેષ પંડ્યા વિરાભાઈ રાજગોર, ગામના ગોરબાપા, ટપાલોના થોકડા કાઢી, ગોઠવવા જાય ત્યાં જ એની નજર એક વિચિત્ર સરમાનામા વાળા કાગળ પર પડતા જ પત્ર ખુલ્યો. To, ભગવાન, સ્વર્ગ. ભગવાન, તને માલૂમ થાય કે મારી મા ખૂબ બીમાર...

આર્યુવેદ એ જ સર્વરોગોનો ઉપચાર

આર્યુવેદ – જગદીશ  કરંગીયા ‘આર્યુવેદ એ જ સર્વરોગોનો ઉપચાર’ એ વિષય ઉપર અદ્ભુત ભાષણ આપીને બહાર નીકળતા આર્યુવેદ વિશ્વવિદ્યાલયના કુલપતિએ માથાના દુઃખાવાથી રાહત મેળવવા તરત જ ‘મેટાસીન’ ગટગટાવી.

હાંફતુ હાંફતુ ચાલ્યું આવતું રાતું કૂતરું ચોક વચ્ચે ઊભું રહ્યું

સમદુખિયા – પરેશ ગોધાસરા હાંફતુ હાંફતુ ચાલ્યું આવતું રાતું કૂતરું ચોક વચ્ચે ઊભું રહ્યું, એંઠવાડની ખાલી કુંડી તપાસતા તપાસતાં એણે આજુબાજુના ઘર તરફ નજર કરી. અચાનક મેઈન બજાર તરફની શેરીમાંના એક ઘરમાંથી રોટલીનો ઘા થયો. આંખમા ચમત્કાર સાથે, દોડતાં દોડતાં...

લાગે છે તો સારા ઘરનો, છોકરા તે ખૂન કર્યું છે?

કાપલી – વિપ્લવ ધંધૂકીયા પરમાર સાહેબ હાથમાં રાખેલી ચાર્જશીટ વાંચતા બોલ્યા. નામ – પિયુષ પૂજાણી ઉંમર – ૧૩ ગુનો – વિશ્વનાથ શર્માનું ખૂન “લાગે છે તો સારા ઘરનો, છોકરા તે ખૂન કર્યું છે?” પરમાર સાહેબે ઠંડા કલેજે સામે બેઠેલા પિયુષને...

નર્સે હૂંફાળો હાથ રૂપાના કપાળ પર ફેરવી એના આંસુ લૂછ્યા

ન્યાય – અંકુર બેંકર સફેદ દીવાલોની વચ્ચે, સફેદ છત અને સફેદ પંખા નીચે, સફેદ પલંગની સફેદ ચાદર પર સૂતેલા અને સફેદ પડી ગયેલા લગભગ નિશ્ચેતન શરીરની ઊંડી ઊતરી ગયેલી સફેદ આંખો આજે ફરીથી ટીવી પર પોતાને જોઈ લાલ થઈને પછી ભીની...

આંગળીઓના સમૂહમાં છેલ્લી વધેલી સોનેરી વીંટીએ અંગૂઠાનો સ્નેહ અનુભવ્યો

છેલ્લી વસ્તુ – મહમદી વોરા “આજે પણ આ શર્ટ નવું જ લાગે છે, કેટલું બધું ધ્યાન રાખે છે તુ આનું?” “અરે, ખાલી શર્ટ જ નહીં તે આપેલી બધી વસ્તુઓ આજે પણ નવી જેવી જ છે.” “પણ આ બુટ નવા લેને,...

ઓફિસમાં લાલ ટાઈ, ઓહ ગોડ, કેટલું અજુગતું લાગે છે!

લાલ ટાઈ – પારૂલ મેહતા “શું વાત છે મોમ, આખિર ઇસ નિખરે નિખારકા રાઝ ક્યા હૈ?” યુક્તાના ઉતાવળા આલિંગનથી બેધ્યાન બિલ્વા થોડી ઝંખવાણી પડી ગઈ. હાથમાંથી છટકતાં રહી ગયેલી પ્લેટ ઝીલતાં “બાય મોમ”નો જવાબ આપી એણે જાતને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો....

ત્યારથી તે, તેની કોફી અને તેના જેવો સિંગલ બાલ્કનીનો આ ઝૂલો

ઠેસ – આરતી આંત્રોલીયા ”મૌસમ હૈ આશીકાના અય દિલ કહીંસે ઉનકો ઐસેમેં ઢૂંઢ લાના..” વરસાદી મૌસમને માણતા પોતાની પ્રિય એવી  ગરમાગરમ કોફીની ચૂસકીઓ લેતો તે બાલ્કનીના ઝૂલા પર હજુ ગોઠવાયો, ત્યાં જ રેડિયો પર આવતાં ગીતના શબ્દોએ તેને દઝાડી દીધો. દૂધનો દાઝ્યો...

આ વર્ચ્યુઅલ દુનિયામાં એમને મળી ગઈ એક સાથી.

પાઠ – લતા સોની કાનુગા “આ ઉંમરે તમને શોભે છે આ બધું?” “કેમ તો તું ને તારી બૈરી છાંકટા બની કલબમાં નાચો છો, એ પણ આધુનિકતાના નામે બૈરાયે બદલો ને ધણીયે બદલો એ શોભે છે?” સમીર પગ પછાડતો બેડરૂમમાં જતો રહ્યો....

તને તો આ વરસાદ ક્યારેય પજવી શક્યો જ નહિ હોય ને!

બી કૅરફૂલ..હાં! –  અજય ઓઝા તોયે.. આ વરસાદ સમજતો જ નથી ! જોકે એમાં એનો શો વાંક ? હું ને તું મેઘ સાથે સંદેશાઓ મોકલવાનું ને ઉકેલવાનું તો ક્યારનુંય બંધ કરી ચૂક્યા છીએ ને! આપણે જ એને હવે નથી સમજતા...