ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન : મોરપીંછ – રાજુલ ભાનુશાલી; રસાસ્વાદ – શીતલ ગઢવી

મોરપીંછ.. રાજુલ ભાનુશાલીની શૃંગારરસથી ભરપૂર એવી માઇક્રોફિક્શન વિશેષ આકર્ષી. એનું વિહંગાવલોકન. એ પહેલા આ રહી રાજુલ ભાનુશાલીની એ માઇક્રોફિક્શન ‘મોરપીંછ’ – ક્લિક કરીને વાંચી શકો..

સૌથી પહેલા.. એનું શીર્ષક.. મોરપીંછ જ કેમ?

મોરપીંછમાં રહેલા રંગો જોઈને દરેક વ્યક્તિના મનમાં એ રંગો વિશે અલગ જ તરંગો ઉદ્દભવતા હોય છે. એવું જ કંઈક આ વાર્તાની નાયિકાના દિયરના મનમાં ઉદ્દભવ્યા હોવા જોઈએ. એ તરંગો મન પૂરતા સીમિત ન રહેતા એના લોહીમાં ભળી ગયા હશે. અને ભાઈના હાથમાં મોરપીંછ જોતા જ લોહીમાં ભળેલા તરંગો એના મસ્તિષ્ક સાથે આખા શરીરમાં ફરી વળ્યા હશે. કદાચ એટલે જ આ વાર્તાનું શીર્ષક ‘મોરપીંછ’ રાખ્યું હશે. વધુ તો લેખક પોતે જ એના વિશે વધુ જણાવી શકે.

હવે માઇક્રોફિક્શનની વાત આગળ વધારું તો ભાષાની સમૃદ્ધતા બતાવતું વાક્ય. છાતી પર ગોઠવાયેલી બે ઘાટીલી ટેકરીઓ. મતલબ ઉરજ એ પણ ઘાટીલા. સ્ત્રીના શરીરના ખૂબ જ સંવેદનશીલ અવયવ. જ્યાં પુરુષના હાથનો સ્પર્શ થતાંજ સ્ત્રી ઉત્તેજના પામે.

અહીં સર્જકની કલમે કસબ દેખાડ્યો. સ્ત્રીના ગાલ ખરબચડા છે. મતલબ એ દેખાવે સારી નથી પણ એના નિતંબ અને ઉરજ ઘાટીલા હોવાથી પુરુષ રોજ સહવાસ કરવા પ્રેરાય.

મોરપીંછ.. આ માઇક્રોફિક્શનમાં કામક્રિયાના ઉદ્દીપક તરીકે સૌથી અગત્યનો ભાગ ભજવે છે. તેની આજુબાજુ જ આખી માઈક્રો વિચારોનું વિશાળ ફલક ઉભું કરવામાં સક્ષમ બને છે. આ માઇક્રોફિક્શનમાં આવતી કામક્રીડાનો આનંદ લેતો સત્તર વર્ષીય દિયર કે જેનું આગમન તરૂણાવસ્થામાં થઈ ગયું છે. ભાઈ-ભાભીના એકબીજાને થતા રોજના અડપલાં પોતાના શરીરમાં શારીરિક ઉદ્વેગો ઉત્પન્ન કરવાનું કારણ બને છે. તેના શરીરમાં થતા શારીરિક ફેરફારો તેને પાર્ટીશનની પેલી બાજુનું દ્રશ્ય જોવા પ્રેરે છે. અને એ સ્ટુલ પર ચડે છે.

શબ્દ સ્ટુલ એ એના આવેગોને ટેકો આપતા પર્યાય તરીકે જોઉં છું.

પાર્ટીશન શબ્દ. શેનું પાર્ટીશન.. સંબંધની મર્યાદાનું કે સમાજે ઊભાં કરેલા રિવાજોનું? સભ્ય સમાજમાં કોઈની રતિક્રિયા જોવી પણ પાપ ગણાય છે. બાકી તરુણ પોતાના આંતરિક ઉદ્વેગોને શાંત કરવા માટે હાથને પ્રવૃત રાખ્યા જ છે. ત્યાં કોઈ પાર્ટીશન રોકી શકે તેમ નથી. પાર્ટીશનની પેલી તરફનો કિચુડાટ એ તેના દરેક આંતરિક વિચારો અને શરીરમાંથી બહાર આવી રહેલા પ્રવાહીનો સિસકારા સાથેનો કિચુડાટ.

દૂધીયો અંધકાર, એ શબ્દનું પણ અલગ મહત્વ સર્જકે બતાવ્યું. હું મારા શબ્દમાં કહું તો સ્ત્રી સહવાસ દરમ્યાન અંધકાર ઈચ્છે જ્યારે પુરુષ હળવો પ્રકાશ. બંનેયના સમન્વય રૂપે દૂધીયો અંધકાર લીધું હોય એવું બને.

અંતે એટલું કહીશ કે ભાષાકીય ગંદકીને વાર્તાથી દૂર રાખીને પણ સર્જકે શબ્દ પાસે ધાર્યું કામ લેવામાં સફળતા મેળવી છે.

ભવિષ્યમાં આનાથી પણ ઉત્કૃષ્ટ સાહિત્ય રાજુલ ભાનુશાલી તરફથી મળતું રહે તેવી અપેક્ષા સાથે હું શીતલ ગઢવી અહીં મારા વિચારોનો વિરામ આપું છું. બાકી આ માઇક્રોફિક્શન બીજા અનેક વિચારો કરવા પ્રેરે એટલી ક્ષમતા ધરાવે છે.

– શીતલ ગઢવી

Leave a comment

Your email address will not be published.

One thought on “માઇક્રોફિક્શન : મોરપીંછ – રાજુલ ભાનુશાલી; રસાસ્વાદ – શીતલ ગઢવી”