ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘સર્જન’ માઈક્રોફિક્શન વોટ્સએપ ગૃપના નિયમો..

નિયમો –

 1. સર્જન વોટ્સએપ ગૃપ માઇક્રોફિક્શન વાર્તા પ્રકારને વિકસાવવા તેમજ એ પ્રકારને શીખવા માટે સર્જન ગૃપની રચના કરવામાં આવી છે. માટે અહીં બીજા કોઈ પણ પ્રકારના સાહિત્ય સ્વરૂપ મૂકીને ગૃપને રંજાડશો નહીં.
 2. ગૃપમાં સક્રિય રહો. નિષ્ક્રીય મેમ્બરોને ગૃપમાં સ્થાન નથી. નવા મેમ્બરોને શિખવા, જાણવા, માણવા પુરતો સમય ગાળો ફાળવવામાં આવે છે. ગૃપમાં જોડાયેલા સભ્યોએ પહેલા બે મહીનામાં ઓછામા ઓછી એક માઈક્રોફિક્શન અને અન્ય માઇક્રોફિક્શન પર જે અનુભવાય એવા પ્રતિભાવ મૂકવા જરૂરી છે, અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા એક વોર્નિંગ પછી આવા સભ્યને બંને ગૃપમાંથી દૂર કરાશે.
 3. ‘ગ્રુપમાં કયો ટાસ્ક / થીમ ચાલે છે?’ એ ગ્રુપના ડિસ્ક્રિપ્શનમાં કાયમ મૂકેલ હોય છે. જાતે જાણ્યા બાદ એજ થીમની પોસ્ટ મૂકવી. એ સિવાયની બીજી કોઇ પોસ્ટ વચ્ચે મૂકવી નહીં. ગૃપની થીમ અને આયોજન મુજબ માઈક્રોફિક્શન સર્જન કરવું અને. અપાયેલ ફોર્મેટ મુજબ અને સમયે સબમિટ કરવી.
 4. ગૃપમાં કોઈ પણ મેમ્બર, એડમિન, મૉડરેટરના જન્મદિવસના, કોઈની કંઈ સિધ્ધીના, હોળી, દિવાળી કે બીજા કોઈ તહેવારોના તેમજ ગુડ મોર્નીંગ, આફ્ટરનુન, કે શુભરાત્રી વગેરેના મેસેજ મૂકવા નહીં. ગૃપમાં માઈક્રોફિક્શન સિવાયની ચર્ચા ન કરવી.
 5. જેમ બને તેમ ઓછી પોસ્ટમાં વધુ વાતો કરવાનો પ્રયત્ન કરવો. ઇમોજીનો વધુ ઉપયોગ કરવો નહીં.
 6. અન્ય મેમ્બરોની વાર્તા પર પ્રતિભાવ આપવામાં કંજૂસી ના કરશો. આહ, વાહ, ઉત્તમ, સરસ જેવા એકાક્ષરી શબ્દો કે ઇમોજી મૂકવાને બદલે તમને શું ગમ્યું? કેમ ગમ્યું? એ વિસ્તારપૂર્વક લખીને તમારી કલમને ધાર કાઢજો. ભૂલ હોય તો વિનમ્રતા સે.. બતાવજો. તમારી માઈક્રોફિક્શન મૂકવાની સાથે અન્ય સભ્યોની રચનાઓ વિશે ચર્ચા કરશો અને તમારો મત આપશો તો સર્જન એક ગૃપ તરીકે વધુ ખીલશે.
 7. કોઈ પણ મેમ્બર પાસેથી પર્સનલ મેસેજમાં પ્રતિભાવ કે સુઝાવ માંગવો નહીં. ગૃપમાં તમારી વાર્તાને પ્રતિભાવ સામેથી, સ્વેચ્છાએ મળે તો આનંદ માણવો. પ્રતિભાવ નથી મળ્યો એટલે મુંઝાવું નહીં.
 8. પ્રશંસા કે ટીકા થાય તો એ માત્ર વાર્તા માટે થતી હોય છે. મેમ્બરોએ બંધબેસતી પાઘડી પહેરીને મનદુઃખ કરવું નહીં.
 9. ગૃપમાં કોઈ મહત્વની ચર્ચા (લંબાણપૂર્વકની) થવાની હોય એની આગોતરી જાણ કરવામાં આવે છે. એ ચર્ચામાં ભાગ લો. દરમ્યાન અધવચ્ચે બીજી પોસ્ટ મૂકીને ખલેલ પહોંચાડશો નહીં. ચર્ચામાં તમારા પ્રશ્નનો ખાતરીપૂર્વક સંતોષજનક ઉત્તર આપવામાં આવશે.
 10. જોડણી દોષ, વાક્ય દોષ પર આંખ આડા કાન કરી લેવામાં નહીં આવે. બે થી ચાર વાર ચકાસીને વાર્તા પોસ્ટ કરવી. ત્રણથી વધુ ભૂલો વાળી વાર્તાનો સ્વીકાર કરવામાં નહીં આવે.
 11. ‘૧. સર્જનઃ’ આ મુળ ગૃપ ફક્ત માઈક્રોફિક્શન ફાઇનલ પોસ્ટ કરવા માટે છે, જ્યારે ‘૨. સર્જન – ચર્ચા’ આપની કૃતિઓ પર મિત્રોના પ્રતિભાવો લેવા, તેમાં સુધારા વધારા કરવા, વ્યાકરણ, વાક્યરચના અને અન્ય ચર્ચાઓ માટે છે.
 12. તમારી માઈક્રોફિક્શન વિશે ચર્ચા કરવી હોય કે પ્રતિભાવ જોઈતા હોય તો તેને ‘૨. સર્જન – ચર્ચા ગૃપ’માં મૂકવી. એ પછી સુધારા વધારા સાથેની કૃતિ ફક્ત એક જ વખત ફાઈનલ સબમિશન વખતે મૂળ ‘સર્જન’માં, અંતિમ પરિણામરૂપ જ મૂકવી. ત્યાં ચર્ચાઓ કરવી નહીં. એકની એક માઈક્રોફિક્શન સુધારા વધારા સાથે કોઈ પણ ગૃપમાં એકથી વધુ વખત ન મૂકવી.
 13. ‘સર્જન’ગૃપ વિશે અથવા અહીંની રચનાઓ મીડીયામાં કે અન્ય ક્યાંય પણ પ્રકાશન કરતા પહેલા એડમિનની પરવાનગી લેવી જરૂરી છે. ગૃપની રચનાઓ ફેસબુક કે વોટ્સએપના અન્ય ગૃપમાં કે અન્યત્ર ક્યાંય પણ એડમિનની પરવાનગી વગર ન વહેંચવી. જાણકારી વગર આમ થવાથી એ સભ્યને વગર ચેતવણીએ ગૃપમાંથી દૂર કરાશે.
 14. જે ફોર્મેટ મુજબ, જોડણી અને વાક્યરચના સુધારીને મઠારેલી ફાઇનલ માઇક્રોફિક્શન સબમિશન ગૃપમાં ન મૂકે એમની માઇક્રોફિક્શન આપણી કોઈ પણ કૉલમમાં કે સર્જનની અન્ય કોઈ જગ્યાએ પ્રસિદ્ધ ન કરવી.
 15. અન્ય માઇક્રોફિક્શન ગૃપમાં જોડાયેલા અને ત્યાં લખતાં નવા મિત્રોને સર્જનમાં ન જોડાવું જોઈએ..
 16. પસંદગીની રચનાઓ http://microsarjan.in પર મૂકાશે, અને એમાંથી પસંદગીની રચનાઓ સર્જન ઈ-સામયિક, અન્ય પ્રિન્ટ સામયિકો / મીડિયા, સર્જન પ્રિન્ટ પુસ્તક અથવા અન્ય પ્રકાશન વિકલ્પ મળ્યે પ્રકાશિત કરાશે.

~ એડમિન ટીમ :
મિત્તલ પટેલ,
જીજ્ઞેશ અધ્યારૂ,
ધવલ સોની,
સંજય ગુંદલાવકર
રાજુલ ભાનુશાલી