સુધાબેન ઓરડામાં પ્રવેશતાં જ સોંપો પડી ગયો. નમન અને પરી અંદર અંદર એક બીજાને જોઈ રહ્યાં. હમણાં જ કોર્ટ મેરેજ કરીને આવેલું આ જોડું નમનનાં મમ્મી સુધાબેનનો પ્રતિભાવ શું હશે એ વિચારી રહ્યું, પણ નમન સિવાય લગભગ બધાને ખાત્રી હતી કે સુધાબેન પરીને સ્વીકારી લેશે. સુધાબેન સમાજ સુધારક હતા, સ્ત્રીઓના હક્ક માટેની તેમની લડત, તેમનો ફેમિનિઝમ પ્રત્યેનો અભિગમ આખા શહેરમાં જાણીતો હતો.
માઇક્રોફિક્શન પ્રકાર મુજબ કટાક્ષ
ફાળો.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા. એક પર લખ્યુ હતું, “ગામની શાળાનું સમારકામ કરી તેમા વિદ્યાર્થીઓ માટે નવા પુસ્તકો લાવવાનો ફાળો..” બીજા પર લખ્યુ હતું, “ગરબડદાસ બાપુની સમાધી પર શિખરબંધ મંદિર બનાવવાનો ફાળો..” મંદિર બની ગયુ છે, શાળાની દિવાલ […]
હાશ.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવવી જોઈએ એમ માનનારાઓએ કંઇ જ કસર ન રાખી. પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં. સવારથી એ એકનીએક જગ્યાએ બેઠી રહી. રાત સુધી અલગ અલગ વ્યક્તિઓએ […]
અન્નકુટ – ડૉ. હાર્દિક યાજ્ઞિક સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?” એણે હસીને કહ્યું, “હા મમ્મી..”