હું મારા મિત્ર સાથે વાત કરતી એક લાઈબ્રેરીમાં ચાલી રહી હતી.
"પોસ્ટઓફિસના અલી ડોસા કરતા પોસ્ટ ઓફિસની ભીંતો, બારણાં, બારી; એ અલી ડોસાને જોઈ શું વિચારતા હશે એ જાણવું વધુ ગમે. આસપાસની વસ્તુઓમાં સજીવારોપણ કરવું, એમની દ્રષ્ટિએ જોવું, એ વિચાર જ અદ્રુત છે."
મારી મિત્ર મારી સામે હસીને બીજા પુસ્તક શોધવા આગળ વધી. પાસેના શેલ્ફમાંથી અચાનક સિંહાસન બત્રીસીનું પુસ્તક મારા પગ પાસે આવી પડ્યું.
"મારી દ્રષ્ટિએ જોઈ શક્શો?"