ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મૂંગી મર કજાત.. ગૌ પાણો ન જણે

ગૌ – શીતલ ગઢવી

 

“બુય્ચ…બુય્ચ… એક ધક્કો મેલ… પસી તું સુટ્ટી…”

 

“મા… એ મા… કુને કેસે…?” અમીએ ઓરડામાંથી ફળિયામાં બેઠેલી એની મા જમનાને બૂમ પાડી.

 

“ઈ તો… ગંગાડી વહુકી સે… દરદ ઓસુ કરવા પુસકારું સુ… હમણાં તારી હારે રમવા વાસરું આલશે.”

 

“તે હે મા… ઈ પા’ણો દેહે કે…”

અમીની દાદી વચમાં બોલી. “મૂંગી મર કજાત.. ગૌ પાણો ન જણે. ભગવાને હાથે પગે લુલી રાખી ને જીભડી પર કાતર મેલવાનું ભૂલી જ્યો…”

 

અમી ખાટલામાંથી ગાયને જોવા જતાં નીચે પડી ગઈ અને રડવા લાગી. દાદીએ ઉપરથી એક લાત આપી. અમી માટે આ મહેણાં રોજનાં થઈ ગયા હતા.

 

“અમી… ધોળું ધપાક… વાસરું આયું… એનો વાન તારી જ્યમ સમકે સે…”

 

“મા… ઈ ઉભું તો થૈ હકસેને…!”

 

“હા બેટા… આ જો ઉભું સે…”

 

“અમારા આખા કટમ્બમાં દીકરા સે, તારી માએ જ પાણો જણ્યો, ખબર નૈ મારા દીકરાનો સે કે પસી…!” દાદી બોલી.

 

જમના એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખતી. એ જાણતી હતી કે સાસુને સમજાવવા એટલે ભેંસ આગળ ભાગવત. એણે વાછરડાને ગાયના આંચળે સરખું ઉભું રાખ્યું. એ પણ પોતે પોતાની દીકરી પાસે ગઈ. આ કચકચથી કંટાળી જમનાનો વર કે’દુનો ઘર છોડીને જતો રહ્યો હતો.

 

“જમના બેન… તમારા પતિના સમાચાર… આ કાગળ…” જમના ખુશ થઈ ગઈ.

 

“અમી હેંડ… ઝટ તૈયાર થા… તારા બાપુએ તેડાવ્યા સે…”

આજે એ વાતને વર્ષો વીત્યા હતા. અમીનું ક્યાંય નામોનિશાન જડ્યું નહિ અને જમના એક વણ ઉકેલાયો કોયડો!

Leave a comment

Your email address will not be published.