મારો મિત્ર….હું – આલોક ચટ્ટ

 

હું સાત વર્ષનો હતો જ્યારે પડોશમાં રહેતા છોકરાઓ સાથે રમતો હોવાનાં કારણે મમ્મીએ મને ઢીબીને રૂમમાં પૂરી દીધેલો. મમ્મી પપ્પાના જક્કી વલણે કયારેય મને મિત્રો બનાવવા દીધાં જ નહીં. રૂમમાં રહી ગયો હું, એકલતા, ગૂંગળામણ અને આંસુઓ….

 

પણ એમની ઉપરવટ જઈને મેં એક મિત્ર બનાવી જ લીધો. એક દિવસ અરીસા સામે વાત કરતાં મારી ‘હું’ સાથે દોસ્તી થઈ. દરેક સુખ દુઃખમાં એ મારી સાથે રહેતો. મારાં આંસુઓ કોઈ લૂછતું તો એ જ. ઘરમાં કે બહાર, હું એના સિવાય કોઈ સાથે વાત કરતો નહીં કારણકે મારી લાગણી માત્ર એ જ સમજી શકતો.

 

ઉંમર સાથે અમારી દોસ્તી પણ ગાઢ થઈ. હું એનાં સલાહ સૂચન લેતો. એની હા કે ના પર આગળ વધતો.

તે ક્યારેક મને અમુક તમુક ઘટનાનો અણસાર આપી દેતો. એક દિવસ એવી જ રીતે અણસાર આપીને તેણે પોતાની દોસ્તી નિભાવી. મમ્મી પપ્પા સાથે કારમાં બહારગામ જવાનું હતું પણ મેં ટાળી દીધું અને….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *