ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

રમખાણ (માઈક્રોફિક્શન) – અંકુર બેંકર

“મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન… શાંતિ કા ઉન્નતિ કા પ્યાર કા ચમન…..” રીંગ વાગતા ભારતમાતાની છબી આગળ મૂકાયેલો ફોન, કરચલીવાળા પણ ધ્રૂજારી વગરના મક્ક્મ હાથે ઊંચકાયો.

”હલ્લો”

”રમણીક સાહેબ?”

”હા બોલુ છું. તમે?”

“સાહેબ રફીક બોલું છું.”

”રફીક….?”

”તમે મને નહિ ઓળખતા હોવ પણ હું તમને બહુ સારી રીતે ઓળખું છું. તમારા હાથ નીચે તો હું જીવન જીવવાના પાઠ શીખ્યો છું. સાહેબ, અમારી કોમના કેટલાક ચોક્કસ લોકો રમખાણનો લાભ લઈ તમારી હત્યા કરવાના ઈરાદે એક ટોળું લઈ તમારા ઘર તરફ આવી રહ્યા છે. તમે ઘર છોડીને કોઈ સલામત જગ્યાએ જતા રહેજો…. હું તો તમારા ઘરે જ આવતો હતો પણ….”

રમણીકભાઈ કંઈ કહેવા જાય એ પહેલા તો સામે છેડેથી ” જયશ્રી રામ… જયશ્રી રામ…”ના દેકારા સંભળાયા ને ફોન કપાઈ ગયો..

– અંકુર બેંકર

(Photo Person : Mayurika Banker & Son)

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “રમખાણ (માઈક્રોફિક્શન) – અંકુર બેંકર”