ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અમરત્વ (લઘુકથા) – જીજ્ઞેશ કાનાબાર

એ ગાડીને ગામ તરફ વાળતા અકળાઈને બોલ્યો “મને ખબર છે હું આજે જે કંઇ છું એ તારાં પપ્પા અને તારે લીધે જ છું. પણ આ મારી પિતૃભૂમિ અને આજ બાપુજીના મૃત્યુ પછી મોક્ષ અર્થેની વિધી એટ્લે લોક લાજે છેલ્લીવાર ..!”

પાદરેથી ગાડી વળતાં જ પાકી સડક બહુમાળી હોસ્પિટલ અને કૉલેજ ગામ વિકાસની ચાડી ખાતું હતું. ઘર તરફની શેરીમાં વળતાં જ એનાં પગ થંભી ગયાં, એમનાં જૂનાં જર્જરિત મકાનની જગ્યાએ એક સંકુલ હતું. એ જોતાં એની પત્નીની આંખોમાં પોતાનાં સસરા માટેની નફરત વધુ ઘેરી બની. તેને સંકુલમાં આવેલો જોઇ વૃદ્ધ કાકા ઓફીસમાં લઇ ગયાં. એ ઉતાવળથી બધું પૂરુ કરવા માંગતો હતો પરંતુ, કાકાએ આપેલા ટ્રસ્ટનાં અને વસીયતનાં કાગળો જોઇ તે ત્યાં જ થંભી ગયો.

એ એટલું જ સમજી શક્યો કે બાપા મોક્ષની નહિ પરંતુ તેમનાં અમરત્વની વિધી પણ જીવતાં જ પુરી કરી ગયાં છે.

– જીજ્ઞેશ કાનાબાર
૦૮/૧૦/૨૦૧૬

(Rangoli by Shailesh Parmar)

Leave a comment

Your email address will not be published.

One thought on “અમરત્વ (લઘુકથા) – જીજ્ઞેશ કાનાબાર”