ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઉત્સુકતાવશ એ તપાસતાં એટલું સમજાયું કે એ “યાદોની પેટી” છે

સજા – જીજ્ઞેશ કાનાબાર

શ્રીમાન પારકર,

એક સજા ભોગવેલ ગુનેગાર પર વિશ્વાસ કરી અને વગર ઓળખાણ આ ઘર ભાડે આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર… આપના પત્ની અને પુત્રના આકસ્મિક મૃત્યુ તથા આપની નાદુરસ્ત તબિયત વિશે જાણી દુ:ખ થયું.  એક્લતાની વેદનાનો હું પણ અનુભવ કરી રહ્યો છું, જીવન જાણે એક સજા બની જાય છે અને આ જગત એક કેદખાનું. આપણા ઘરની સાફ સફાઈ કરતાં જર્જરિત અવસ્થામાં પતરાની એક પેટી મળી છે.. એક અંદાજથી એ ભુલાઈ ગઈ હશે એવું અનુભવ્યું.

માફ કરજો.. પરંતુ, ઉત્સુકતાવશ એ તપાસતાં એટલું સમજાયું કે એ “યાદોની પેટી” છે.

તેમાં રહેલાં આપનાં અમુક અંગત પત્રો, દાક્તરી અને કાયદાકીય તપાસનાં કાગળોએ એ પણ સમજ આપી કે આ પેટી અહિં ભૂલાઈ નથી.

આ સાથે આ પેટી આપને પરત મોકલી રહ્યો છું. આ યાદોને સાચવવી મારા માટે અશક્ય છે.

માર્થા  અને પીટરના મૃત્યુને લીધે  આપના જીવનમાં સર્જાયેલ શૂન્યાવકાશ અહીં પણ અનુભવાય છે. આપને મળેલી આ સજા મેં ભોગવેલી  પંદર વરસની કાયદાકીય સજા કરતાં વધુ યાતના ભરી છે..

આપને મળેલી આ સજા ભોગવવામાં મને પણ સહભાગી બનાવો એવી પ્રાર્થના સહ..

– ડેવિડ

(ઓનર ઓફ બ્લેક ફિયાટ એન.વાય- ૨૪૬ – યર – ૧૯૮૦)

અમરત્વ (લઘુકથા) – જીજ્ઞેશ કાનાબાર

એ ગાડીને ગામ તરફ વાળતા અકળાઈને બોલ્યો “મને ખબર છે હું આજે જે કંઇ છું એ તારાં પપ્પા અને તારે લીધે જ છું. પણ આ મારી પિતૃભૂમિ અને આજ બાપુજીના મૃત્યુ પછી મોક્ષ અર્થેની વિધી એટ્લે લોક લાજે છેલ્લીવાર ..!”

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “ઉત્સુકતાવશ એ તપાસતાં એટલું સમજાયું કે એ “યાદોની પેટી” છે”