ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી

સિંદૂર – વિભાવન મહેતા

ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી.

પાડોશમાં જીવીબાએ માર્મિક સ્મિત સાથે સામે ઓટલે બેઠેલા મંગુડોશી સામે જોયું.

સરલાએ ઘરમાં દાખલ થઈ સાડીનું પેકેટ પલંગ પર મુક્યું, અરીસા સામે ઉભા રહી ખભા પર સાડીનો પાલવ સરખો કર્યો અને પછી બાજુમાં ટેબલ પર સનતકુમારની ફોટોફ્રેમ સામે જોઈ સેંથીમાંનું સિંદૂર હળવેકથી લુછી નાંખ્યું.

Leave a comment

Your email address will not be published.