માઈક્રોફિક્શનને એક ટુચકો, એક જોક ગણતા, એ રીતે લખતા અનેક લોકો વિશે શું કહેવું? મને નથી લાગતું કે મારે કે હાર્દિકભાઈએ કે નીલમદીદીએ કે સર્જનમાંથી કોઈએ પણ હવે સર્જન સિવાય માઈક્રોફિક્શન લખતા લોકો વિશે કંઈ પણ બોલવું જોઈએ.. સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું નથી? માઈક્રોફિક્શનને શબ્દોની ચાલાકી ગણતા કે 'હું માઈક્રોફિક્શનને સાહિત્યનુ સ્વરૂપ ગણતો / ગણતી નથી' કહેનારા મિત્રોને - વડીલોને પણ અમારે કંઈ કહેવું જોઈએ નહીં, કારણકે સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું બોલાયું નથી? દલીલો કોઈ હેતુ સારવાની નથી કારણકે બધા પોતપોતાના વિચારોની લાકડી લઈને જ આવે છે, અને એ લાકડીઓ વીંઝાય એટલે કોઈક તો ઘાયલ થાય જ.. ગાંધીજીની જેમ પોતાની લાકડીનો ઉપયોગ કરનારા મહાનુભાવો પણ છે, પણ આ એમની વાત નથી. પોતાના વિચારોની સ્પષ્ટતા અને મંતવ્યની સજ્જતા સાથે જે ચર્ચા કરવા આવે એનું એક વિદ્યાર્થી બનીને કાયમ સ્વાગત કર્યું છે અને કરીશું જ. પણ સાહિત્યનો અંતિમ હેતુ કોઈકના મનને શાતા આપવાનો હોય, કોઈકના જીવનમાં હકારાત્મકતાનો ઉજાસ ફેલાવવનઓ હોય, કોઈના મનને લોહીલુહાણ કરવાનો કદાપિ ન હોય.
Daily Archives: November 7, 2018
દિવાળીનો તહેવાર એટલે ઝગમગાટનો ઉત્સવ. ચારે તરફ ખુશી અને આનંદનો માહોલ. ઘર અને તેની આસપાસનું વાતાવરણ સ્વચ્છ કરવાનો અને શણગારવાનો અવસર. દિવાળીનાં તહેવારને અનુલક્ષીને હું ઘરની સફાઈ કરી રહી હતી. ગોઠવી રાખેલા કાર્યક્રમ અનુસાર ઘરની તમામ વસ્તુઓની વારાફરતી સફાઈ કરી રહી હતી. ત્યાં જ મનમાં એક વિચાર ઝબકયો કે હું ઘરની તો તમામ વસ્તુઓની સાફ સફાઈ કરી રહી છું. તો વળી દરેક સ્થુળ વસ્તુઓને ધોઈને, લૂછીને આવશ્યકતા અનુસાર સાફ પણ કરી રહી છું. પણ મેં ક્યારેય મનની સફાઈ વિષે વિચાર્યું છે ખરું? તનની સફાઈ તો આપણે સ્નાન દ્વારા દરરોજ કરીએ જ છીએ. પણ મનનું શું? મન – કે જે આપણે હંમેશાં માર્ગદર્શન આપતું રહે છે. જે આપણાં માટે સતત વિચારો કરતું રહે છે. જો એનું સાંભળીએ તો ક્યારેય આપણે ગેરમાર્ગે દોરતું નથી. કોઈ બીજું સાથ આપે કે ન આપે પરંતુ, મન આપણે ક્યારેય એકલાં કે અધવચ્ચે છોડી દેતું નથી. આવાં મન માટે મેં શું કર્યું છે અથવા હું તેનાં માટે શું કરી શકું? ને હું વિચારે ચડી ગઈ.
એકાદ કલાકથી એક સરનામું શોધતાં કંટાળી હતી માન્યા. દરેક રસ્તો આ એક જ ગોળાઈએ આવીને અટકી જતો હોય એમ એ અલગ અલગ રસ્તેથી અહીં જ આવીને રોકાઈ જતી. જાણે આ ગોળાઈ એના જીવન જેમ ફેરફૂદરડી ફેરવતી એનો ઉપહાસ કરતી હોય એવું લાગ્યું માન્યાને. એના જીવનનું ધ્યેય પણ તો એક જ નામ પર આવીને અટક્યું હતું, નિકેત. ગોળમટોળ સ્મિત મઢ્યા મોઢે પોતાનું નામ લઈને પોકારતું કોઈ આવીને ઊભું માન્યા સામે. આદત મુજબ વહાલથી મીઠી ચૂંટી ખણવા માન્યાનો હાથ લંબાયો. સૂકી નીરસ હવાનો ગરમ સ્પર્શ અંદર સુધી દઝાડી ગયો એને. નિકેતના સ્મરણથી પ્રસન્ન થયેલું મન એની જ યાદથી ખિન્ન થઈ ગયું.
ચારધામ યાત્રાએથી આવીને મહંતજી સીધા જ ગોવિંદના કમરામાં ગયા ત્યારે સાંજ ઢળવા આવી હતી. ગોવિંદ ત્યાં હતો નહીં પણ કમરામાં કોઈ અલૌકિક વાતાવરણ રચાયું હતું. દિવ્ય સુગંધીથી કમરો મહેંક મહેંક થઈ રહ્યો હતો. ગોવિંદ રોજ સવારે કમરાના ઉંબર પર પારિજાતકના ફુલોનો સાથિયો કરતો, જે સાંજ પડવા આવી તોયે એકદમ તાજો જ લાગતો હતો. અહો આશ્ચર્યમ્! “આ કમરામાં કશુંક બન્યું છે.” મહંતજી બબડ્યા. કશીક દિવ્ય અનુભૂતિ એમને થઈ રહી.
હવે ખાતરી થઈ કે એ મને જ જોઈ રહી છે. એકાદ બે વાર નજર મળી. એવું શું હતું એ નજરમાં જે મને ખેંચી રહ્યું હતું! ઈજન? હવે મને પણ એમાં રસ પડ્યો. હું તાકી રહ્યો. ચહેરો નમણો હતો, અને આંખો... કાફી બોલકી. બાજુમાં બેઠેલા પુરુષે કશુંક કહ્યું. એણે પર્સમાંથી પાણીની બોટલ કાઢીને આપી. 'મને જુએ છે?' મારી આંખોમાંથી ડોકાતો એ પ્રશ્ન જાણે એણે વાંચી લીધો હોય એમ બે વાર એણે પોતાની બોલકી આંખો પટપટાવી અને તીરછી નજરે બાજુમાં બેઠેલા પુરુષને જોઈ લીધો. એની આંખો બંધ હતી.
બરણી ફૂટી. વર્ષોથી સાચવી રાખેલો, બે બરણીનો સેટ આજે તૂટ્યો. એકલી રહેલી બરણી પડી રહે છે, માળિયાના એક ખૂણામાં.
આજે રોજની જેમ રશ્મી રુહીને સંસ્કૃત શ્લોક સમજાવતી હતી, यत्र नार्यस्तु....तत्र रमन्ते देवता। या देवी सर्वभुतेषु... नमसतस्ये। રુહી: "મમ્મી, રાજસર બહુ સરસ વર્ણન કરે પણ મને સમજાતા નથી. રાજસર સ્કુલ પિકનિક પર 'માંડુ' લઈ જશે, એ ખૂબ પૌરાણિક સ્થળ છે."
એ ગાડીને ગામ તરફ વાળતા અકળાઈને બોલ્યો "મને ખબર છે હું આજે જે કંઇ છું એ તારાં પપ્પા અને તારે લીધે જ છું. પણ આ મારી પિતૃભૂમિ અને આજ બાપુજીના મૃત્યુ પછી મોક્ષ અર્થેની વિધી એટ્લે લોક લાજે છેલ્લીવાર ..!"
“મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન... શાંતિ કા ઉન્નતિ કા પ્યાર કા ચમન.....” રીંગ વાગતા ભારતમાતાની છબી આગળ મૂકાયેલો ફોન, કરચલીવાળા પણ ધ્રૂજારી વગરના મક્ક્મ હાથે ઊંચકાયો. ”હલ્લો” ”રમણીક સાહેબ?” ”હા બોલુ છું. તમે?” “સાહેબ રફીક બોલું છું.”
"જે વ્યક્તિ સર્વે ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે, તેને જ અંતે મોક્ષ મળે છે." ગુરુજીના શબ્દો સૌ આશ્રમવાસીઓ અને ખાસ કરીને નવા દીક્ષાર્થીઓ મંત્રમુગ્ધ બનીને સાંભળતા હતા. પ્રવચન પૂર્ણ થતાં સાયંઆરતી કરી સૌ છૂટાં પડ્યાં.
પોનીટેલમાં બંધાયેલા કાળા વાળ, સાદો પરંતુ આકર્ષક ડ્રેસ, મક્કમ ધીમી અવાજ વિહીન ચાલ. ચાલીસથી પચાસ વર્ષ વચ્ચેની ઉમર. સંપૂર્ણ શાંત, એકાગ્ર ચિત્ત, સ્વસ્થ મનની સ્વામિની, આત્મવિશ્વાસથી છલકાતો ધીર ગંભીર ચહેરો. કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાની હિંમત એની આંખોમાં દેખાય છે. આ એક બદલાવ છે, જેને લીધે એની ઉમર અત્યારે છે એ કરતાં દસ વર્ષ ઓછી દેખાય છે.