ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

શક્તિ – અંકુર બેંકર

આખી દુનિયામાં હાહાકાર મચી ગયો. જે લગ્ન પર આખી દુનિયાની નજર હતી; તે લગ્ન કરવા માટે દુલ્હને ઇનકાર કરી દીધો હતો. ન ભૂતો ન ભવિષ્યતિ જેવા આ લગ્ન મોકૂફ રહ્યાનું કારણ જાણવા સૌ ઉત્સુક હતાં.

ટેલિવિઝન પર લગ્નનો રેકોર્ડેડ વિડિયો ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો. જેમાં તે કોઈ પેપર વાંચી રહી છે. પેપરનાં છેલ્લાં વાક્યો એણે બીજી વાર મોટેથી વાંચ્યાં, “પતિ પરમેશ્વર છે. પતિ ઘરનો આધારસ્તંભ છે. પતિ વગર સ્ત્રી અધૂરી છે.”

તે સાથે જ દુલ્હનનાં હ્રદય નજીક રહેલ ડિસ્પ્લેમાં મેસેજ બ્લિન્ક થયો અને એ બોલી, “એરર. કમાન્ડ ડિનાઇડ. સ્ત્રી શક્તિ છે. તે પતિ વગર અધૂરી ન હોઈ શકે.”

લંકેશે દુલ્હનના હાથમાંથી કાગળ આંચકી લીધો અને ગુસ્સાથી બોલ્યો, “વી હેવ ટુ રિપ્રોગ્રામ ધ શક્તિ.”

Leave a comment

Your email address will not be published.