ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આસ્થા (લઘુકથા) – મીનાક્ષી વખારિયા

બંગલે દીવાળીની સાફસૂફી કરતાં શેઠાણી પાસેથી મળેલાં જૂનાં તોરણથી જીવલીએ ઝૂંપડી શણગારી.

દિવાળીના દિવસે ગેરૂ લીપી ચીરોઠીથી લક્ષ્મીજીના પગલાં પાડ્યા. સાંજ પડે અંધારૂ ઉલેચવા નાનકડાં કોડિયામાં તેલ પૂરી દીવડો પ્રગટાવ્યો ને આંગણે દોરેલા લક્ષ્મીજીનાં પગલાને આસ્થાથી નીરખી રહી.

– મીનાક્ષી વખારિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “આસ્થા (લઘુકથા) – મીનાક્ષી વખારિયા”

%d bloggers like this: