ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે

માથાબોળ – મીનાક્ષી વખારિયા

“જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે.” હિંચકે બેઠેલાં બા બોલ્યાં. રિયા ઝાડુવાળીની છોકરી સોમીને અડવાની જ હતી.

“કેમ નહીં અડવાનું દાદી?”

“એ લોકો હલકી વરણના એટલે નહીં અડકવાનું બસ…”

રિયા, પહેલીવાર બહાર બેઠી…

“એક ખુણામાં બેસી રહેજે… ક્યાંય અડતી નહીં, ખાવાપીવાનું  ત્યાં જ મળી રહેશે.

“હું હલકી વરણની થઈ ગઈ, સોમીને અડું?”

Leave a comment

Your email address will not be published.

One thought on “જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે”