ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લેખન, ધ્યાન અને ઝેન – ઇન્દી રિશિ સિંહ, અનુ. જાહ્નવી અંતાણી

વિચારવું એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. ઉંડુ વિચારવાનો વિચાર આપણને મૂંઝવણની સ્થિતિમાં મૂકે છે. એ શું છે? ક્યાંથી આવે છે? શા માટે તમે એક માટે મિનીટ મહાન વિચાર આવે છે, અને પછી તરતની જ ક્ષણે ભયંકર વિચાર? આપણા વિચાર શા માટે આપણને પ્રેરણાદાયક અનુભવ આપે છે, અને સાથે સાથે દુ:ખની શક્યતાઓના વિચાર આપણને પાગલ કેમ કરી મૂકે છે?

શું આ અસ્તવ્યસ્ત વિચારો અને મનની વૈકલ્પિક સ્થિતિને એકઠા કરી એ ઉર્જાને તમારા લેખન તરફ દોરવાનો કોઈ માર્ગ છે?

દ્રશ્ય એ ધ્યાનની ચાવી છે

વિચારવું એ એક પ્રક્રિયા છે

પૂર્વની વિચારધારામાં વિચારવું એ એક સાધન છે. પશ્ચિમી વિચારધારા માને છે કે વિચાર તમારા મગજની પ્રવૃત્તિઓનું પરિણામ નથી, જેમ કે વિચાર કરવો એ તમારી જાતને સમજવાનું એક સાધન છે, એના દ્વારા તમે પહેલા વિશ્વની અને પછી તેમાં તમારા સ્થાન વિશેની સમજણ કેળવી શકો. તમારા વિચારો તમારા મનોજગતમાંથી આવે છે – તમારું મન કે જ્યાં બધા વિચારો, માન્યતાઓ અને કલ્પનાઓનો ઉદ્ભવ થાય છે.

વિચાર કરવો એ તમારી જાતને સમજવાનું એક સાધન છે

ઝેન, વિચાર અને ધ્યાન

તમારી આસપાસની વસ્તુઓ વિશે વિચાર કરો. હકીકત બન્યું તે પહેલાં એની મનમાં કલ્પના કરવામાં આવી હતી. તમારી પ્રિય વાર્તાઓ અને તમારું મનપસંદ સંગીત દંતકથા બન્યું એ પહેલાં એ બધા જ વિચારો હતા. તો સવાલ એ છે કે આપણે આપણા મન અને આ વિચારોને કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ? આપણે આપણા મનની ભાષા સમજવામાં કઈ રીતે નિપુણ થઈ શકીએ?

ધ્યાન કરો

અહીંથી જ ધ્યાન શરૂ થાય઼ છે. હવે વિશ્વભરમાં અગણિત ધ્યાન કેન્દ્રો છે. ધ્યાન વિવિધ સ્વરૂપોમાં, ધાર્મિક કેન્દ્રોમાં પણ શીખવવામાં આવે છે. યોગ કેન્દ્રો ધ્યાન શીખવવામાં યોગદાન આપે છે અને હવે કંપનીઓ અને સંસ્થાઓને પણ તેની જરૂરિયાત છે. આ વધતી જતી જરૂરિયાતનો ખ્યાલ હોવા છતાં, ધ્યાનની મૂળભૂત શીખ સતત વિસરાતી રહે છે.

જ્યારે હું લોકોને તેમની ધ્યાન કરવાની પદ્ધતિ વિશે પૂછું છું, ત્યારે તેઓ વારંવાર ફરિયાદ કરે છે કે તેમને પોતાના વિચારો અને મનને શાંત કરવા સંઘર્ષ કરવો પડે છે. મને આ નડતરરૂપ લાગે છે; તમે માણસ પાસેની સૌથી મૂલ્યવાન સાધનસામગ્રીને કેમ બંધ કરવા માંગો છો?

ધ્યાન કરવાની ઘણી રીતો છે. સાચે જ ધ્યાન આંતરિક શક્તિનું વહેણ દર્શાવે છે. શાંતિથી બેસીને અને એક શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને પણ એ કરી શકાય છે. તે પૂલમાં તરતી વખતે અથવા પ્રેમ કરતી વખતે અનુભવી શકાય છે. ધ્યાન એ છે જ્યારે કોઈ તેમના મનની મર્યાદા ઓળંગે છે. ધ્યાનમય મન વિચાર કેન્દ્રિત કરવા અને તેમનો વિકાસ કરવામાં સક્ષમ છે. અને તે ધ્યાનમાં રાખીને, ચાલો આપણે લખવાના વિષયમાં ઉંડા ઉતરીએ.

કાલ્પનિક અને હકીકતલક્ષી એમ બંને પ્રકારના લેખન માટે ધ્યાન ઉપયોગી છે

જયારે તમને કાલ્પનિક અથવા હકીકતલક્ષી લખવામાં રસ હાેય. ત્યારે ધ્યાન તમને સારી રીતે મદદ કરશે. ચાલો ધ્યાનની પ્રક્રિયાને કલ્પનાશીલતા સાથે સાંકળીને પ્રારંભ કરીએ. આરામદાયક સ્થિતિમાં બેસવું ખૂબ મહત્વપૂર્ણ છે. કરોડરજ્જુ શક્ય તેટલું સીધું અને કઠણ હોવું જોઈએ. વિચાર કરો કે કાલ્પનિક દોરી દ્વારા તમારા માથાની ટોચ અવકાશમાં ખેંચાઈ રહી છે. તમારી આંખો બંધ કરો અને શ્વાસ લેવાના , ઉચ્છવાસના અને એ બંને વચ્ચેના સમયને વિસ્તૃત કરો.

અહીં તમારે ખરેખર મહેનત કરવી પડશે: તમારા મનના વિચારો એકરૂપ થવાનું શરૂ થશે. કેટલાક વિચારો જરૂરી હશે, અને કેટલાક ખરેખર હેરાન કરી શકે છે. સતત પ્રયત્ન્થી તમે તમારા ઇચ્છિત વિચારોને એ રીતે પકડી રાખી શક્શો જેમ બીચ પર વોલીબોલ રમતા દડો પકડીએ છીએ છે. ચાલો ધારો કે તમે ઓક્ટોપસ વિશે પુસ્તક લખવા માંગો છો. ઓક્ટોપ્સ વિશેના વિચારોને તમારા ધ્યાનમાં વહેવા દો. ઓક્ટોપસ વિશેના વિચારોને ધ્યાનમાં રાખો, અને અન્ય વિચારોને એ નકામો કચરો હોય એમ ફગાવી દો. તમે સંવાદ દ્વારા, વિચારોથી અથવા લાગણીઓ મારફત ઓક્ટોપસ સાથે જોડાઈ શકો છો. ઓક્ટોપસ પરિવારો વચ્ચેના દ્રશ્યો અને સંવાદો તમારા મનોમષ્તિષ્કમાં રમવા દો.

તમે ધ્યાન કરતા હો ત્યારે અથવા ધ્યાન કરી લીધા પછી એ વિચારો લખી લો. તમે હંમેશાં ધ્યાનમાં – એ વિચારોમાં પાછા ફરી શકો છો. વિચારવાની અને ધ્યાનની આ પદ્ધતિ જીવન સુધારવાના માર્ગ તરફ તમારું ધ્યાન દોરવાનો અથવા નજીકના ભવિષ્યમાં તમારે જે પ્રાપ્ત કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક માર્ગ છે.

સુપર બાઉલ અને ઝેન

સુપર બાઉલ વિજેતા ક્વાર્ટરબેક રસેલ વિલ્સન જેવા ફૂટબોલ ખેલાડીઓ કેવી રમત રમવાના છે તેની કલ્પના કરવા માટે આ પ્રકારના ધ્યાનનો ઉપયોગ કરે છે.

ચાલતાં ચાલતાં ધ્યાન

જ્યારે તમે કોઈ વિષય પર લખવામાં સંઘર્ષ કરી રહ્યાં હોવ ત્યારે વધુ એક વિકલ્પ છે ચાલતાં ચાલતાં ધ્યાન. તમે જ્યાં રહો છો ત્યાં નજીક કોઈ બગીચો શોધો અથવા કદાચ વિવિધ કુદરતી ઉદ્યાનો અને સ્થળો ધ્યાનમાં રાખો.. જ્યારે તમે કુદરતનાં સાંનિધ્યમાં હોવ ત્યારે તમારી નોટબુક લઈને ચાલવા જાઓ અને તમારી પસંદગીના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને, વિચારોને તમારા ઉદ્દેશ તરફ વાળો..

વૃક્ષો અને કુદરતી વાતાવરણ – ધ્યાન કરતી વખતે કલ્પના કરવા માટેનું એક સરસ દ્રશ્ય.

ચાલવાનાં ધ્યાનનો અર્થ છે કે તમે હજી પણ તમારા આસપાસના વાતાવરણથી જાગૃત છો, પરંતુ તમે ઓટોપાયલટ પણ ચાલુ કરી રહ્યાં છો. તમારે કાર અથવા મોટેથી ગૂંજતા માનવસર્જિત અવાજોની ચિંતા કરવાની જરૂર નથી. પ્રકૃતિના અવાજો અને પ્રકૃતિ સાથેના તાદમ્યને કારણે તમારા વિચારોને વધુ સબળ અને વિશદ બનાવી શકો.

ધ્યાન તમારી સામાન્ય સુખાકારી માટે નિર્ણાયક છે

આજના સમય અને યુગમાં ધ્યાન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. નજીકના ભવિષ્યમાં એક સમય એવો આવશે કે જો લોકો ધ્યાન નહિ કરતા હોય તો આપણે એમને ધૃણાસ્પદ રીતે જોઈશું. જે રીતે આપણે દાંત સાફ ન કરીએ અથવા નાક સાફ ન કરીએ તો એકબીજા તરફ જોઈએ છીએ એમ. લેખન માટે ધ્યાન અનિવાર્ય છે. આપણી લેખન તૃષા આપણાં મનમાં ઉદ્ભવી શકે એવા વિચારોના નિર્માણ સાથે જોડાઈ શકે છે. ધ્યાન વિચારોને ઉત્તેજિત કરે છે અને આપણી પસંદગીના વિષય પર સ્પષ્ટતા કરવામાં મદદ કરે છે. આખરે તે આપણને સહજ (સફળ લેખન કારકિર્દી માટેની મૂળભૂત ચાવી) થવા પ્રેરે છે.

– ઇન્દી રિશિ સિંહ, અનુ. જાહ્નવી અંતાણી

( https://www.kotobee.com/blog/zen-meditation-writing/ )

Leave a comment

Your email address will not be published.

One thought on “લેખન, ધ્યાન અને ઝેન – ઇન્દી રિશિ સિંહ, અનુ. જાહ્નવી અંતાણી”