Category: માઇક્રોફિક્શન

એક ફૂંકની શોધમાં રાખના ઢગલામાં સંતાયેલા અંગારા…

પડછાયો – રેખા સોલંકી   રાત્રિના અંધારામાં સુમનને ત્રણ પડછાયા દેખાયા. એક ઉંચો જે બંગલાના કોટ બહાર વિસ્તારતો હતો. બીજો અંદરનાં ગ્રાઉન્ડની દિવાલમાં સમેટાઈને ઉભો હતો. ત્રીજો એનાં પગતળેનાં અજવાળામાં છુપાતો બેઠો હતો. સુમન વિચારવા લાગી,”આમાં મારો સાચો પડછાયો કયો?”   પોતાનું...

મંગુ ડોશીનાં તૂટેલા ઘરનાં આ બે જ વારસદારો…!

ભાઈબંધી – અતુલ ભટ્ટ   તેની માંજરી આંખોમાં તોફાની ચટાપટા ચકળવકળ થતાં હતાં. આગળના બે પગ દબાવી લાલિયાની લીસી પીઠ પર કુદીને હુમલો કરવાને તે તૈયાર બેઠી હતી, ને લાલિયો બિચારો ગરમીથી ત્રસ્ત હાંફતો આકળવિકળ હાલતમાં ભીંજાયેલા શણનાં ટાટિયા પર તેનાં...

નવલી નવોઢા આ બાળકી ક્યાંક જોયાનું યાદ આવ્યું

સાક્ષાત્કાર – મહાકાન્ત જોશી   સુંદર મુખાકૃતિ, અણિયાળું નાક, લિપસ્ટિક મઢ્યા હોઠ, લાંબી અને જોતાં પરાણેય પ્રેમ જગાડે એવી આંખોવાળી એ મારી નજીક આવીને ઉભી રહી. બસમાં ખાસ્સી ભીડ હતી. મેં મારી સીટમાં એને બેસાડી. નવલી નવોઢા આ બાળકી ક્યાંક...

ભૂખથી રડતા છોકરાં તારી રાહ જોતા જોતા સૂઈ ગયા

મેરી(!) ક્રિસમસ – પાર્મી દેસાઈ   માધવે ઘરમાં પગ મૂક્યો અને એની પત્ની બરાડી, “તને કી’ધું નહોતું… આજે ઘરમાં એક ફૂટી કોડીય નથી, ભૂખથી રડતા છોકરાં તારી રાહ જોતા જોતા સૂઈ ગયા…” “…મને યાદ તો હતું, પણ શેઠે આવવા ન...

આજે માલો હેપ્પી બડે છે

હેપ્પી બર્થ ડે – સુષમા શેઠ દસ સળગતી મીણબત્તીઓ પર ફૂંકને બદલે થૂંક વધુ ઊડી. હાથ પકડીને વિકલાંગ દીકરાને મમ્મી-ડેડીએ કેક કપાવડાવી. “આજે માલો હેપ્પી બડે છે. હું બવ હેપી છું પન માલા બર્થથી તમે નોટ હેપી હને મમ્મી-ડેડી?” ગૂઢ...

તંગ શરીરને વળ આપી એણે ઘેરી રાત જેવા પોતાના વાળ ખોલી નાખ્યા

હું આવીશ – સંકેત વર્મા “હું આવીશ!” તરસીને ચૂર થઈ ગયેલી ધરતીના કાનમાં એના શબ્દો ગુંજવા લાગ્યા.  બૅડરૂમની સોનેરી ચાદર પર પડેલી સળો જોઈને એની અંદર ઊઠેલી તપિશ તેજ થઈ ગઈ. આકાશમાં ઘેરાયેલું કાળું વાદળ જરા દૂર હતું. ઠંડો પવન...

આજની મોર્ડન વહુ બરખા કીટીપાર્ટીમાં જવા માટે બહાર નીકળતી હતી

વાંઝણી – આલોક ચટ્ટ   લગ્નજીવનને બાર વરસ થવા છતાં શરીર બેડોળ થવાની તેમજ બાળકનાં ઉછેરની જવાબદારી માથે પડવાની બીક હોવાથી, પતિ અને સાસુની વારંવાર વિનવણી છતાં ગર્ભ ધારણ કરવાનું ટાળતી આજની મોર્ડન વહુ બરખા કીટીપાર્ટીમાં જવા માટે બહાર નીકળતી...

બચાવો.. બચાવો.. નાનકડા હાથ રોજની જેમ બારણું ઠોકી રહ્યા હતા

હેલ્પ – યામિની પટેલ બચાવો.. બચાવો.. નાનકડા હાથ રોજની જેમ બારણું ઠોકી રહ્યા હતા. બારણું ખુલ્લું જ હતું. એણે ધીરેથી બારણું ખોલ્યું અને સૂરજના પ્રકાશથી એની આંખો અંજાઈ ગઈ. રાત્રે કદાચ… ના.. ના.. અંકલ આવશે. દારૂની વાસ.. આંખો ખેંચતી એ...

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું!

એવોર્ડ વિજેતા – મણિલાલ વણકર “રમેશભાઇ, ઘેર છો ને?” “હા કોણ? આવો.” બિપિનભાઈ ટપાલી ઘરની અંદર આવ્યો, એક કવર આપ્યું અને રજિસ્ટરમાં સહી લીધી. ટપાલીના ગયા પછી તેમણે કવર ખોલ્યું. રાષ્ટ્રપતિ ભવન તરફથી હતું. તેમણે વાંચવાનું શરૂ કર્યુ. વાંચતાં વાંચતાં...

ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી

સિંદૂર – વિભાવન મહેતા ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી. પાડોશમાં જીવીબાએ માર્મિક સ્મિત સાથે સામે ઓટલે બેઠેલા મંગુડોશી સામે જોયું. સરલાએ ઘરમાં દાખલ થઈ સાડીનું પેકેટ પલંગ પર મુક્યું, અરીસા સામે ઉભા રહી ખભા પર સાડીનો...

ઉત્સુકતાવશ એ તપાસતાં એટલું સમજાયું કે એ “યાદોની પેટી” છે

સજા – જીજ્ઞેશ કાનાબાર શ્રીમાન પારકર, એક સજા ભોગવેલ ગુનેગાર પર વિશ્વાસ કરી અને વગર ઓળખાણ આ ઘર ભાડે આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર… આપના પત્ની અને પુત્રના આકસ્મિક મૃત્યુ તથા આપની નાદુરસ્ત તબિયત વિશે જાણી દુ:ખ થયું.  એક્લતાની...

મંજુ ધ્રુજતા હાથે ટેબલ પર પરચૂરણ ગણી રહી હતી

માસૂમ ફી – ધવલ સોની મંજુ તેના દીકરાને લઈને દવાખાને આવી તો ખરી પણ તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સરકારી દવાખાનાની સારવારથી કશો ફરક ના પડ્યો એટલે આજે એણે ખાનગી દવાખાનાનું પગથિયું ચડવુ પડ્યું. પણ દવાખાનાના દિદાર...

એ ઝમકુ, જલ્દી ચાલ. વરસાદ ચાલુ થઈ ગયો છે

 રેઈનકોટ – મયુરિકા લેઉવા-બેંકર “એ ઝમકુ, જલ્દી ચાલ. વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે બહુ છેટે જવાનું છે.” પોતાના ગામથી દૂર ઊંડા જંગલમાં આવેલી બે આદિવાસી બહેનો પૈકી મોટી કાળીએ નાનીને કહ્યું. હજુ અઠવાડિયા પહેલા નિશાળમાંથી આપવામાં આવેલા રેઈનકોટ પહેરી બંને...

મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ લાવી જ શકે નહિ.

સમીર – આરતી સોની (રુહાના) દસમાંના બોર્ડનું રિઝલ્ટ હતું. મિતેષ સવારથી ભારે હ્રદયે ઊઠ્યો.. દસ વાગવાની રાહ જોઈ કોમ્પ્યુટર સામે બેસી ગયો.. આજે એના જીવનનો વળાંક નક્કી થવાનો હતો.. એમાંયે સમીર કરતાં વધારે ટકા લાવી વટ મારવાનો હતો. સતિષસર વખાણ કરી...

હું ડૉ.વર્ગિસ. મેટ્રીમોનિયલમાં મેં જ શુભાનું પ્રોફાઈલ મૂકેલું

ફરજંદ – પ્રિયંકા જોષી “વેલકમ, આશા છે આપને અહીં પહોંચવામાં બહુ તકલીફ નહીં પડી હોય.” “જી, આ સ્થળ થોડું અંતરિયાળ છે અને એથી જ વધારે મોહક. મુસાફરીમાં ખરેખર આનંદ આવ્યો. થેન્ક યુ.” બત્રીસ વર્ષની ડૉ.શુભાનું પ્રોફાઈલ એક મેટ્રીમોનિયલ સાઈટ પર જોઈને...