સવજીના ગલ્લે ઉભા રહી મફતમાં લીધેલી શિવાજીની ઝુડીમાંથી બીડી ખેંચતા જોરાવર બોલ્યો “એય પાવલી,બાકસ દે.”

સવજીએ માચીસ ધરી .બીડી સળગાવતાં સામેની તરફ જોઇને જોરાવરે કહ્યું”અલ્યા પાવલી,જોજે કાલે આ બેય ખજાના હાથ કરી લેવા છે.”

સામે ચોકમાં આવેલી બેંકમાંથી રોકડ ભરેલ ટ્રંક હાથમાં લઇ જતો પટાવાળો અને ગાર્ડ દેખાયા.બીજી તરફથી રૂપા એની મા સાથે મંદિર જતી હતી.

સવજી સમજી ગયો.એની આંખમાં ચમક આવીને અંદર ઊતરી ગઈ.બીજા દિવસે ગજબ થયો,બેંકમાંથી રોકડ લઈ જતા પટાવાળા પાસેથી ટ્રંક ખેંચી ભાગતા જોરાવરને ગાર્ડે ગોળી ચલાવી પાડી દીધો.અચાનક ધૂળની ડમરી ઊડી અને રૂપા ટ્રંક લઈ ભાગી છૂટી.

મોડી રાતે જોરાવરની ઘરવાળી સોનાએ તાળી દેતાં સવજીને કહ્યું”વાહ રાજા,જોરદાર પ્લાન બનાવ્યો.” ટ્રંકના ટેકે બેઠેલો સવજી મર્માળું હસ્યો.

One thought on “ખજાનો – રાજુ ઉત્સવ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *