ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ચરમસીમા – આરતી રાજપોપટ

અને વર્ષોથી આક્રંદ કરતી  એની વેદનાએ જ્યારે ચરમસીમા પાર કરી એ દિવસે એનું અટ્ટહાસ્ય આખા ઘરમાં  ગુંજી ઊઠ્યું હતું. 

હવે એની સૂની સૂની આંખો જોઈ શરદનું હૈયું ચિત્કાર કરતું ને પસ્તાવાથી આંખો છલકાઈ ઊઠતી. પણ, એ હવે હાસ્ય, રુદન, વેદના, વ્યથા જેવી અનુભૂતિથી ખૂબ દૂર નિજાનંદની દુનિયામાં  ચાલી ગઈ હતી.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: