ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઢોલ – નટવર ટાંક

ગામના મોટા ઘરની દીકરી સાથે દીકરાને પીરેમ થયો હતો. લગ્નના વાવડ મળતાં જ પુનાએ ઘર તરફ હડી કાઢીને ઢોલ પર હરખથી દાંડી પીટી.

આજે માંડવાના દિવસે પોતાના ઢોલને બરાબર શણગારીને વેવાઈના ઘર બાજુ હરખાતો હરખાતો હાલી નીકળ્યો. શેરીમાં દાખલ થતાં જ એણે “સરગમ” ઓરકેસ્ટ્રાના રસાલાને જતો જોઈને તેનું મોઢું પડી ગયું. ગળામાં પડેલા ઢોલનો ભાર આજ તેને અસહ્ય થઈ પડ્યો.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: