ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

નિષ્ઠા – સંજય ગુંદલાવકર

ગજબની સ્ફૂર્તિથી હકડેઠઠ ટ્રાફિકને એ કન્ટ્રોલ કરી રહ્યો હતો. રાહદારીઓ તેમજ પસાર થઈ રહેલ લગભગ દરેક વાહનચાલકની આંખોમાં એની કર્તવ્યનિષ્ઠાની વાહવાહી વંચાતી હતી.

એવામાં એક ઓળખીતી ગાડી આવતી જોઈ, એ મલકાયો. એ ગાડીને પસાર કરવા માટે, એણે બીજા રૂટનો ટ્રાફિક અટકાવ્યો.
ગાડીની અંદરથી કોઈ હરખથી પંજો હલાવતું દેખાયું. એ ખુશ થયો. ગ્લાસ નીચે ઊતરતાંને કાગારોળ સ્પષ્ટપણે સંભળાઈ, “ડેડા.. ડેડા! મમ્મા પ્લીઝ, સાઇડ પ્લીઝ. ડેડા!”

પરંતુ આજે પણ ગાડી અટક્યા વગર પસાર થઈ. ગ્લાસ ચઢાવતાં ઓલીએ હોઠ ફફડાવ્યા, “માવડીયો સાલો..”

Leave a comment

Your email address will not be published.

One thought on “નિષ્ઠા – સંજય ગુંદલાવકર”