ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વિકલ્પ – પ્રતિભા ભટ્ટ અધ્યારૂ

દેશના ખૂબ મોટા હીરાના વેપારીની એકનીએક દીકરી દીક્ષા લેવા તૈયાર છે. દેશી-વિદેશી મીડિયા આ અનન્ય પ્રસંગને કવર કરવા તૈયાર ઉભું છે. નવવધૂની જેમ શણગાર સજીને પોતાના રૂપને અરીસામાં છેલ્લીવાર જોઈ રહેલી દ્રષ્ટિનું એ પ્રતિબિંબ બારીમાંથી આવેલા એક પથ્થરે તોડી નાખ્યું. પથ્થરમાં વળગેલો કાગળ ખોલીને એ વાંચી રહી.

‘પ્રિય દ્રષ્ટિ,

મેં ઘણું ખોટું કર્યું છે. તને લગ્નની ના પાડી ને હવે હું પસ્તાઈ રહ્યો છું, મને મારી ભૂલ સમજાઈ છે. આ નિર્ણયને પ્લીઝ બદલી દે, ત્યાગ વૈકલ્પિક ન હોય.’

દ્રષ્ટિએ પત્રમાંથી નજર ઉઠાવી અને અરીસાના ટુકડાઓમાં પોતાના પ્રતિબિંબને જોઈ રહી.

Leave a comment

Your email address will not be published.

One thought on “વિકલ્પ – પ્રતિભા ભટ્ટ અધ્યારૂ”

%d bloggers like this: