ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ગેરેંટી – નરેન કે સોનાર

“લેડીસ ચપ્પલ બતાવો” પ્રયોશાએ સેલ્સમેનને કહ્યું.

માપનો તાગ મેળવવા પ્રયોશાના પગ તરફ એણે નજર કરી. પછી સામટી ત્રણ-ચાર જોડ બતાવી કહ્યું “એકદમ લેટેસ્ટ છે. ઓલ સીઝન ચાલે એવી રફ એન્ડ ટફ. તમે પહેરીને થાકી જશો પણ ચપ્પલને કંઈ જ નહીં થાય. તમને એકદમ કમ્ફર્ટેબલ રહેશે. હમણાંને હમણાં જ દસ જોડી વેચી છે. બે વર્ષની ફુલ્લ ગેરંટી છે.”

“બે વર્ષ!?”

અચરજ નજરે પ્રયોશા પ્રયાસ સામે જોઇને મંદ હસતા બોલી “પ્રયાસ, મને તો ડૉક્ટર કરતા આ સેલ્સમેન ભલો માણસ લાગ્યો. એણે તો મને માત્ર છ જ મહિના કહ્યા !”

Leave a comment

Your email address will not be published.

One thought on “ગેરેંટી – નરેન કે સોનાર”