ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બૉટની – અલ્પા વસા

અત્યાર સુધી સરળ ચાલતી સીમાની જીંદગીમાં ઉતાર આવવાનો શરૂ થઈ ગયો. એ ખૂબ ઉદાસ રહેવા લાગી. રાત્રે ઉંઘ નહીં ને સાંજ તો કેમેય નિકળે નહી. મન પ્રફુલ્લિત રાખવા અને સમય પસાર કરવા તે સિનેમા, મોલ કે સખીને ત્યાં જતી.

આજે સીમા બગીચે ખૂણાના બાંકડે જઈને બેઠી હતી. ત્યાં તો બાજુના ઝાડને વિંટળાયેલી વેલ તેના કાનમાં આવી ગણગણી ગઈ. ગુલાબના બે ફૂલ એકબીજા સાથે ગેલ કરતા સીમાને કંઈક સમજાવી ગયા. પાછળ રહેલી મેંદીની વાડ સુગંધ ફેલાવતી, તેના લગ્નની મેંદી રસમ યાદ કરાવી ગઈ. સીમા પોતે પણ બોટની જ ભણી હતી તેથી ઘાસ ને ફૂલ પાંદડાંની સાથે વાતો કરતી; ને તેમની ભાષા સમજતી પણ હતી.

બસ, ત્યાં બાંકડે બેઠા બેઠા જ એણે સમીરને વોટ્સએપ કર્યો, “સોરી, આઈ એમ કમીંગ બેક..”

Leave a comment

Your email address will not be published.