આખા શહેરમાં આ વાત ફેલાઈ ચૂકી હતી કે નદીના પુલ પરથી મોડીરાત્રે પસાર થવામાં જોખમ છે. ઘણાં લોકોને અનુભવ થઈ ચૂક્યો હતો. ઘણાંં તેને અફવા માનતા હતા. મયંક નિડર હતો. તેને આવી વાતોમાં જરાય વિશ્વાસ ન હતો. રાત્રે ૨ વાગ્યે છેલ્લી પાળી પૂરી કરીને નદીની સામે પાર સોસાયટીમાં આવેલ પોતાના ઘરે જવા એ જ પુલ પરથી નીક્ળ્યો.
Yearly Archives: 2018
ગેલેક્સી પાસે ચાની લારી પર કામ કરતો, આવતાજતા લોકો પાસેથી ફિલ્મની વાતો સાંભળ્યા કરતો. જ્યારથી 'દિવાર' લાગ્યું ત્યારથી એ જોવા તેનું બાળમન તડપતું.. પણ ટિકીટના પૈસા જેટલો તો તેનો પગાર હતો. પૈસા ખર્ચીને જાય તો ગામડે માને શું મોકલે? મજબૂરીથી એ લોકોની વાતો સાંભળીને મનમાં જ ફિલ્મની કલ્પના કરી લેતો.
પંડિતે યજમાનને કહ્યું, “ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળશે.” ગંગાએ અદ્ધર શ્વાસે કહ્યું, “અરર! આ ચામડીના રોગવાળો હમણાં ખાબકશે.” યમૂનાએ રોતલ અવાજે કહ્યું, “હા બેના, લાલચુ પંડિત દક્ષિણાના લોભમાં આપણો કાયમ દુરુપયોગ કરે છે.” સરસ્વતિ તો આંસુ આંસુ જ હતી.
જોતજોતામાં તો 'સર્જન'માં જોડાયાને લગભગ બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો. ખરું કહું તો અહીં જોડાયા પછી મારાં મૌલિક લેખનને એક સાચી દિશા મળી છે. આમ જોઈએ તો આ ગ્રુપ માઈક્રોફિક્શન સ્ટોરીનું. પણ માઈક્રો- ફિક્શન સ્ટોરી ઉપરાંત તેમાં ઉત્તમ સાહિત્ય, સાહિત્યના વિવિધ પ્રકાર, સાહિત્યક્ષેત્રે વિશ્વમાં ચાલી રહેલ પ્રવાહ, સાહિત્ય સ્પર્ધાઓ, સોશ્યલ મીડિયા અને સાહિત્ય વિગેરે અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે જેથી સૌના જ્ઞાનમાં વધારો થતો રહે છે. અહીં જોડાયા પહેલા એવું સાંભળવામાં આવતું કે અત્યારે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, સાહિત્યનું ખેડાણ ઓછું થતું જાય છે, સાચી જોડણી પ્રત્યે નવી પેઢી ગંભીર નથી અને આ બધાંથી આપણી લાડલી ગુજરાતી માતૃભાષા ધીમે ધીમે મૃતપાય થતી જાય છે... આવું તો ઘણું બધું.
સુધાબેન ઓરડામાં પ્રવેશતાં જ સોંપો પડી ગયો. નમન અને પરી અંદર અંદર એક બીજાને જોઈ રહ્યાં. હમણાં જ કોર્ટ મેરેજ કરીને આવેલું આ જોડું નમનનાં મમ્મી સુધાબેનનો પ્રતિભાવ શું હશે એ વિચારી રહ્યું, પણ નમન સિવાય લગભગ બધાને ખાત્રી હતી કે સુધાબેન પરીને સ્વીકારી લેશે. સુધાબેન સમાજ સુધારક હતા, સ્ત્રીઓના હક્ક માટેની તેમની લડત, તેમનો ફેમિનિઝમ પ્રત્યેનો અભિગમ આખા શહેરમાં જાણીતો હતો.
હું મારા મિત્ર સાથે વાત કરતી એક લાઈબ્રેરીમાં ચાલી રહી હતી. "પોસ્ટઓફિસના અલી ડોસા કરતા પોસ્ટ ઓફિસની ભીંતો, બારણાં, બારી; એ અલી ડોસાને જોઈ શું વિચારતા હશે એ જાણવું વધુ ગમે. આસપાસની વસ્તુઓમાં સજીવારોપણ કરવું, એમની દ્રષ્ટિએ જોવું, એ વિચાર જ અદ્રુત છે." મારી મિત્ર મારી સામે હસીને બીજા પુસ્તક શોધવા આગળ વધી. પાસેના શેલ્ફમાંથી અચાનક સિંહાસન બત્રીસીનું પુસ્તક મારા પગ પાસે આવી પડ્યું. "મારી દ્રષ્ટિએ જોઈ શક્શો?"
વર્ષોથી બંધ બારી ખૂલવાનો અવાજ સાંભળીને એ જાગી ગઈ. વર્ષોથી વિદેશ ચાલ્યા ગયેલાં સાવકા દીકરા પ્રથમેશનું મોં જોવાની આસક્તિએ તેને અહીં જકડી રાખી હતી. જેવી એ હવેલીમાં પ્રવેશી કે દીકરા અને દલાલની વાતચીત કાને પડી. “આ હવેલી કાઢી નાખવી છે. સાંભળ્યું છે અહીં એનો આત્મા ભટકે છે, પણ હું આજે જ હવન કરાવી એની મુક્તિ કરાવી દઈશ. મર્યા પછી પણ એને શાંતિ નથી એટલે જ મારે અહીં ધક્કો ખાવો પડ્યો.
"બસકા ટાયર પંચર હો ગયા હૈ, સબ જલ્દી નીચે ઉતર જાઈએ. ઔર સુનો, બહોત દૂર મત જાના." કંડકટર બોલ્યો. "સમીર! કેવું સરસ સ્થળ છે ને? ચાલને નીચે જઈએ." "મીરા! તારું મગજ બહેર તો નથી મારી ગયું ને? મેં તને કાલે નીકળતી વખતે જેના વિશે કહ્યું હતું એ આ જ સ્થળ છે, પાછો સંધ્યાનો સમય છે, આપણે ક્યાંય નથી જવુંં."
"જુઓ મિસ પૂનમ", પ્રખ્યાત ન્યૂરોસર્જન ડૉ. ફાલ્ગુની બોલ્યા, "રિપોર્ટ મુજબ મગજમાં ગાંઠ છે. તમને ઈમેજીનેશનના અટેક આવે છે, એટલે કે જાણે તમે ફિલ્મમાં હોવ, એમાં ભજવાતા દ્રશ્યો તમે ભજવતા હોવ અથવા ભૂતકાળમાં તમારી સાથે બનેલા કોઈ બનાવ અત્યારે ફરી એ જ રીતે બની રહ્યા હોય તેવું તમને સતત લાગે.."
લક્ષ્મી સવારે કામ પર આવતાંવેંત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું. દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ. પણ આજના જખમ વધુ ઉંંડા હતા.
કોર્ટ મેરેજ પછીના સાતમા દિવસે શિવાએ તેના પપ્પાને ફોન કરી બધું જણાવવાની કોશિશ કરી તો સામેથી આશ્ચર્યજનક અભિપ્રાય આવ્યો, "દીકરા, તું ક્યાં છો એ જલ્દી કહે. અમે તમને બંનેને લેવા આવીએ છીએ."
"રમા શોર્યને રમવા બહાર મોકલીશ નહીં.", ઉંઘમાં જ મેં સાંભળ્યું. "..પણ આમ ક્યાં સુધી?" મમ્મીને ચૂપ કરવા માટે પપ્પાની બે કરડી આંખો જ પૂરતી હતી. તમને ખબર છે; હું પૂરાં પાંચ વર્ષનો થયો પણ પપ્પાએ કદી મને વ્હાલ નથી કર્યું. હું અને મમ્મી ક્યારેય ઘરની બહાર જતાં જ નથી. હું સ્કૂલે પણ નથી જતો, મમ્મી જ મને ભણાવે છે. કાલે હું ટેબલ્સ બોલી ગયો ત્યારે કેટલી ખુશ થઈ ગયેલી એ!
એ પંદર વરસની છોકરી છે, પણ એનો દેખાબ તેર વર્ષ જેવો, મુંબઈની એક ગંદી સાંકડી ચાલીમાં એની મા સાથે રહે છે. એને ચાલીની સ્ત્રીઓની જેમ બીજી કુથલીઓમાં જરાય રસ નથી, આખો દિવસ ચાલીની પોતાનાથી નાની મિત્ર છોકરીઓ સાથે અર્થહીન રમતો રમ્યા કરે. એ ખૂબસૂરત નથી, એનો રંગ ગાઢો ઘઉંવર્ણો અને એમાં મુંબઈના વાતાવરણને લીધે કાયમ ચહેરાને ચીકાશ વળગી રહે છે. એના હોઠ ચીકુની છાલ જેવા પાતળા છે, અને ઉપરના હોઠ ઉપર હંમેશા પરસેવાના ત્રણ ચાર ટીપાં ઝબક્યા કરે. જો કે એનું શરીર સુડોળ અને ભરાવદાર છે, ગરીબી એની પાસેથી શરીરની સમૃદ્ધિ છીનવી શકી નથી. ઉલટું જાણે જવાનીએ ખૂબ શિસ્તબદ્ધ હુમલો કર્યો હોય એમ એની ઓછી ઉંચાઈ છતાં એ સતત તંદુરસ્ત અને ભરાવદાર થઈ રહી છે. ચાલીની પાસેની સડક પર ચાલતા ક્યારેક એનો મેલો ઘાઘરો ઉંચો થઈ જાય તો એના પગની સાગની ચમક ધરાવતી પીંડીઓ પર કંઈક આંખો ચોંટી જાય એવી એ આકર્ષક. એની પીંડીઓ પર એકેય વાળ નથી, પણ ચામડીના નાના નાના છિદ્રો સંતરાની છાલની યાદ અપાવે એવા કાયમ તરોતાજા.. એના વાળ ગુચ્છેદાર, લાંબા અને રાત્રે કોઈએ કાળી શાહી ઢોળી હોય એવા અંધારભર્યા, એને ચોટલો રમતી વખતે ચાબુકની જેમ પીઠ પર કાયમ વાગે. જિંદગીમાં એને કોઈ ફિકર નથી, બે વાર જમવાનું સમયસર મળી રહે છે, એની માં ઘરનું મોટાભાગનું બધું કામ કરે છે, અને એ પોતાની રમતો રમ્યા કરતી ખુશ રહે.
અધ્યાહાર – શું છે આ અધ્યાહાર? કેટલાંક લોકો માને છે કે અધ્યાહાર એટલે અડધો આહાર! વાચકને અડધો જ આહાર આપવાનો! પણ શું ખરેખર આને જ અધ્યાહાર કહેવાય? વિવિધ લેખકો અને તજજ્ઞો પોતપોતાની રીતે આનો અર્થ કાઢતાં હશે. જો કે હું કોઈ તજજ્ઞ નથી કે અહીં સંપૂર્ણપણે સાચો જ હોવાનો મારો કોઈ દાવો પણ નથી. પણ વાર્તાઓમાં જોવા મળતાં અધ્યાહાર વિશે મારી પોતાની જે કંઈ પણ સમજ છે એ અહીં વિગતે રજૂ કરવા માંગુ છું. અધ્યાહાર, કે જેને અંગ્રેજીમાં ઇલીપ્સીસ (ellipsis) કહેવામાં આવે છે એ કોઈ પણ વાર્તાનું એક મહત્વનું અંગ છે. ખાસ કરીને વાર્તા જેટલી ટૂંકી એટલું અધ્યાહારનું મહત્વ વધારે. આ કારણે જ ટૂંકી વાર્તાઓ, લઘુકથાઓ, માઇક્રોફિક્શન જેવાં વાર્તાપ્રકારોમાં અધ્યાહારનું મહત્વ અનેકગણું વધી જાય છે.
જીવ – મીનાક્ષી વખારિયા હવે બચ્યા-ખૂચ્યા શ્વાસ ડચકિયા લઈ રહ્યા છે. આપ્તજનો મારી અંતિમક્રિયાની તૈયારીમાં પણ લાગી ગયા હશે. તોયે હું હજી અગતિયાની જેમ આઈ.સી.યુ.ના દરવાજા તરફ મીટ માંડી રહ્યો છું. મારું દિલ કહે છે કે મારી હાલતના સમાચાર તારા સુધી પહોંચ્યા જ હશે. તું આવ્યા વગર નહીં રહે એની મને […]
ઊંજણ – ભારતીબેન ગોહિલ કુંતલ ફોટો ધરીને બોલેલી, “જુઓ, આપણા દીકરા… તેનો પરિવાર ને મસ્ત મજાનો દરિયાકિનારો.” ‘દીકરા અને વહુઓ..ફોટામાં જોતા તો આંખોને ટાઢક આપે પણ સંબંધની વાતે હૈયું ચીરી નાખે એનું શું?’ મારાથી મનોમન બોલી જવાયું. કુંતલતો તેની મસ્તીમાં જ હતી. કહે, “મેં તો એકેએકના ચહેરા જોયા..કેવા ખીલેલા છે […]
સ્પર્શ- નિમિષ વોરા મને હતું કે હવે આંખ ખુલશે તો સ્વર્ગના દ્વાર સામે જ.. પણ ના, ફરી એ જ અંધારું.. કેટલા કલાકો ગયા હશે? કે દિવસો? એક એક ક્ષણ યુગ જેવી લાંબી.. જેટલું જોર હતું એટલું એકઠું કરી બૂમ પાડી, “હેલ્પ.. હેલ્પ.. હેલ્પ..” પાછો આવ્યો માત્ર પડઘો.. “હરી કાકા.. હરી […]
ડીમલાઇટ – અનુજ સોલંકી રાજકુમાર સિદ્ધાર્થે ફરી પ્રશ્ન કર્યો, “છન્ન, આ કોણ છે જે ખૂણામાં તરફડી રહ્યો છે?” પલટાતા પાના સાથે વિરાજ વધુ દૃઢ બનતો ગયો. ‘…ને સિદ્ધાર્થ યશોધરા અને રાહુલને મૂકી સત્યની શોધમાં નીકળી ગયો.’ “તો શું હું પણ?” ડીમલાઈટના અજવાળે તેણે પુસ્તક બાજુ પર મૂક્યું. “હજી જાગો છો?” […]
એલાર્મ – હાર્દિક કલ્પદેવ પંડ્યા મારી આંખમાં આંખ પરોવી એણે મારો હાથ પકડ્યો અને કહ્યું, “દુષ્યંત, તેં આવું વિચાર્યું જ કેમ કે, તું મારે લાયક નથી?” મને ભેટતા સાથે એ બોલી, “હું પણ તને પ્રેમ કરું છું!” હું આગળ કંઈ બોલું તે પહેલા જ… “એહસાન તેરા હોગા મુઝ પર…” મોબાઈલ […]
અસ્તિત્વ – હિરલ કોટડીયા “સાહેબ, રાતે હું મારી કેબીનમાં સૂતો હતો ત્યાં અચાનક સામેની હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરું જોરથી રડયું. કંઈક અજુગતું થયાનો અણસાર આવતા હું બહાર નીકળ્યો, ત્યાં એક સફેદ કપડાંવાળા, બેઠીદડીના માણસને બંધૂક સાથે બહાર નીકળતા જોયો.” ચોકીદારની જુબાની સાંભળી કોર્ટમાં નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. લોકો પેલા […]
એક બટકું – સોનિયા ઠક્કર “લઈ લે એક બટકું!” વિરાટ શેઠે પોતાના માનિતા નોકર વિજય સામે મીઠાઈ ધરી. રોજની જેમ આજે પણ તેણે એક ટુકડો મોંમાં મૂક્યો. બે કલાકમાં તો હવેલીમાં હોહા થઈ ગઈ. શેઠના મોંમાંથી ફીણ નીકળતું હતું! તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્રણેય દીકરાઓએ વિજય તરફ શંકા […]
ખુલાસો – રાજુલ ભાનુશાલી એણે ડૉરબૅલ વગાડવા હાથ ઉઠાવ્યો પણ દરવાજો ખુલ્લો જ હતો! એના હૃદયના ધબકારા વધી ગયા. એ દરવાજો હડસેલીને ફફડતી ઘરમાં પ્રવેશી. આરામ ખુરશીનું કીચુડ કીચુડ બંધ થઈ ગયું. પિતાની ઠંડી આંખો લોલકવાળા ઘડિયાળ તરફ ફરી. “પપ્પા! આજે એક્સ્ટ્રા લેક્ચર હતું ને એટલે થોડુંક મોડું થયું,” બોલતાં […]
સાંજ – શીતલ ગઢવી સાંજ પડે રોજની આદત મુજબ સતત ચાર ચક્કર મેં બાગની ફરતે લગાવ્યા. છતાંય એ વડીલ બાંકડાના છેડે સહેજ નમેલા જ રહ્યા. મને કોઈ અઘટિત થવાનો અણસાર આવતા હું ત્યાં પહોંચી ગઈ. “અંકલ.. તમે ઠીક તો છો ને..?” “શશશ..!” એક અર્ધ મરેલા જીવડાને પોતાની સાથે લઈ જવા […]
શિખા બાલ્ક્નીમાં રાખેલા આઠ-દસ કૂંડાને ગોટ મારવા બેઠી. નાની ખૂરપીથી કૂંડાની માટીને હળવેથી ઊંચી-નીચી કરી. માટી ઊંચી-નીચી કરતાં એને લાગ્યું કે એ માટીની અંદર જ ક્યાંક નવી કૂંપળ શોધે છે. બસ દર વખતે નવા-નવા રિપોર્ટ કરાવતી વખતે જેમ ડોક્ટરો એની અંદર શોધે છે તેમ! કૂંડામાં થોડું પાણી રેડી કૂંડાને માપસરખો […]