
અભય અને શિવા. અખૂટ પ્રેમ કરતું બાઈક પર એકબીજાની લગોલગ બેઠેલું જોડું કેટલું સુંદર લાગતું હતું! શિવાના માતા પિતા સિવાય તેમને જોનારા સૌ કોઈ ઈચ્છતા કે હવે આ બંને પ્રેમાળ હૃદય જલ્દી એક થઈ જાય તો સારું. આ વિરોધ વધતો ચાલ્યો ને એક સાંજે અભયે કહ્યું, “શિવા, ચાલ ને ભાગીને પરણી જઈએ. મમ્મી પપ્પા બે ચાર દિવસ ખોટું લગાડશે પછી માની જશે.”
કોર્ટ મેરેજ પછીના સાતમા દિવસે શિવાએ તેના પપ્પાને ફોન કરી બધું જણાવવાની કોશિશ કરી તો સામેથી આશ્ચર્યજનક અભિપ્રાય આવ્યો, “દીકરા, તું ક્યાં છો એ જલ્દી કહે. અમે તમને બંનેને લેવા આવીએ છીએ.” બે કલાકમાં તો માતા પિતા અને બંને ભાઈઓને પોતાની સામે જોતાં શિવાએ સુખદ આંચકો અનુભવ્યો પણ પંદરમી મિનિટે અભયનું શબ શિવાની સામે હતું.
શિવા તો આઘાતથી જાણે અવાચક થઈ ગઈ. પોલીસ ઇન્કવાયરી અને કેસ ચાલ્યો. ઘરના તમામ લોકો શિવાને સમજાવતા કે ‘જો અમે જેલમાં જશું તો તારું શું થશે?’
શિવાએ પણ સ્વીકાર્યું કે હવે અભયને ભૂલી જવામાં જ સાર છે. કોર્ટમાં સાક્ષીના કઠેડામાં ઊભેલી શિવાને એક પછી એક પ્રશ્નો પૂછાતા ગયા ને અંતે શિવા ભયાનક ચીસ પાડી ઢળી પડી. ઘરના તમામ આબાદ બચી ગયા અને શિવા કાયમ માટે અભયની થઈ ગઈ.
7 thoughts on “પ્રેમ (લઘુકથા) – ડૉ. રંજન જોશી”
આહ…દગો…ને એનો આઘાત…👌👌👌
અભિનંદન
Vah
વાહ
Your short story explain everything. Excellent! !
Karun End..!
વાહ…
સરસ