વર્ષોથી બંધ બારી ખૂલવાનો અવાજ સાંભળીને એ જાગી ગઈ. વર્ષોથી વિદેશ ચાલ્યા ગયેલાં સાવકા દીકરા પ્રથમેશનું મોં જોવાની આસક્તિએ તેને અહીં જકડી રાખી હતી. જેવી એ હવેલીમાં પ્રવેશી કે દીકરા અને દલાલની વાતચીત કાને પડી. “આ હવેલી કાઢી નાખવી છે. સાંભળ્યું છે અહીં એનો આત્મા ભટકે છે, પણ હું આજે જ હવન કરાવી એની મુક્તિ કરાવી દઈશ. મર્યા પછી પણ એને શાંતિ નથી એટલે જ મારે અહીં ધક્કો ખાવો પડ્યો.
Daily Archives: November 3, 2018
"બસકા ટાયર પંચર હો ગયા હૈ, સબ જલ્દી નીચે ઉતર જાઈએ. ઔર સુનો, બહોત દૂર મત જાના." કંડકટર બોલ્યો. "સમીર! કેવું સરસ સ્થળ છે ને? ચાલને નીચે જઈએ." "મીરા! તારું મગજ બહેર તો નથી મારી ગયું ને? મેં તને કાલે નીકળતી વખતે જેના વિશે કહ્યું હતું એ આ જ સ્થળ છે, પાછો સંધ્યાનો સમય છે, આપણે ક્યાંય નથી જવુંં."
"જુઓ મિસ પૂનમ", પ્રખ્યાત ન્યૂરોસર્જન ડૉ. ફાલ્ગુની બોલ્યા, "રિપોર્ટ મુજબ મગજમાં ગાંઠ છે. તમને ઈમેજીનેશનના અટેક આવે છે, એટલે કે જાણે તમે ફિલ્મમાં હોવ, એમાં ભજવાતા દ્રશ્યો તમે ભજવતા હોવ અથવા ભૂતકાળમાં તમારી સાથે બનેલા કોઈ બનાવ અત્યારે ફરી એ જ રીતે બની રહ્યા હોય તેવું તમને સતત લાગે.."
લક્ષ્મી સવારે કામ પર આવતાંવેંત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું. દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ. પણ આજના જખમ વધુ ઉંંડા હતા.
કોર્ટ મેરેજ પછીના સાતમા દિવસે શિવાએ તેના પપ્પાને ફોન કરી બધું જણાવવાની કોશિશ કરી તો સામેથી આશ્ચર્યજનક અભિપ્રાય આવ્યો, "દીકરા, તું ક્યાં છો એ જલ્દી કહે. અમે તમને બંનેને લેવા આવીએ છીએ."