“બસકા ટાયર પંચર હો ગયા હૈ, સબ જલ્દી નીચે ઉતર જાઈએ. ઔર સુનો, બહોત દૂર મત જાના.” કંડકટર બોલ્યો.

“સમીર! કેવું સરસ સ્થળ છે ને? ચાલને નીચે જઈએ.”

“મીરા! તારું મગજ બહેર તો નથી મારી ગયું ને? મેં તને કાલે નીકળતી વખતે જેના વિશે કહ્યું હતું એ આ જ સ્થળ છે, પાછો સંધ્યાનો સમય છે, આપણે ક્યાંય નથી જવુંં.”

“ઓહ સમીર! એ ફક્ત તારું સપનું હતું. આ ટ્રીપ પ્લાન કરી ત્યારે તો આપશ્રી એવું કહેતાં હતાં ને કે ખુલ્લા આકાશ નીચે, સનસેટની સામે, પહાડોની વચ્ચે પડેલી એકમાત્ર બેંચ પર બેસીને તું મને પ્રપોઝ કરીશ. જો, આ એવી જ જગ્યા છે, ચલ ને.”

“મીરા! ખબર નહીં પણ મને આ જગ્યા ભેદી અને બધુંં જોયેલું લાગે છે. જો સામે બોર્ડ પણ છે કે અહીંથી આગળ ન જવું.”

“ચાલ કહ્યું એટલે ચાલ!” કહેતાં મીરા સમીરને ખેંચવા લાગી.

“મીરા.. પ્લીઝ સાંભળ! મને ડર લાગે છે, નથી જવું આપણે.. મી..રા…”

“સમીર! એવું કંઈ જ નથી. જો આપણે અહીં આવી ગયા ને કાંઈ પણ થયું નથી.”

“હા, પણ…” હજુ તો સમીર વાક્ય પુરુ કરે ત્યાં અચાનક એક ભયાનક અવાજ આવ્યો અને એ કંઈ સમજે એ પહેલાં તો મીરા પણ એ જ અવાજ સાથે ઓગળી ગઈ..

“મીરા…!” જોરદાર બ્રેક લાગતા તંદ્રામાંથી જાગેલો સમીર ચીસ પાડી ઉઠ્યો.

“મીરા! તું અહીં?” કહેતાં એ મીરાને ભેટી પડ્યો.

“બસકા ટાયર પંંચર હો ગયા હૈ…” કંડક્ટરનો કર્કશ અવાજ બસમાં પડઘાઈ રહ્યો..

5 thoughts on “સ્વપ્ન – આરઝૂ ભુરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *