ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

હકીકત (માઈક્રોફિક્શન) – પારસ એસ. હેમાણી

“જુઓ મિસ પૂનમ”, પ્રખ્યાત ન્યૂરોસર્જન ડૉ. ફાલ્ગુની બોલ્યા, “રિપોર્ટ મુજબ મગજમાં ગાંઠ છે. તમને ઈમેજીનેશનના અટેક આવે છે, એટલે કે જાણે તમે ફિલ્મમાં હોવ, એમાં ભજવાતા દ્રશ્યો તમે ભજવતા હોવ અથવા ભૂતકાળમાં તમારી સાથે બનેલા કોઈ બનાવ અત્યારે ફરી એ જ રીતે બની રહ્યા હોય તેવું તમને સતત લાગે..”

ફરી રિપોર્ટમાં નજર કરી કંઈ કહેવા જતાં ડૉ. ફાલ્ગુની અટકી ગયા… સામે કોઈ જ નહોતું પણ પૂનમના પરફ્યુમની સુવાસ મહેકતી હતી.

ત્યાં જ નર્સે આવીને કહ્યું, “મૅડમ, મિસ પૂનમ, ઘણાં સમયથી વેઇટિંગરૂમમાં બેઠા છે.”

મેડમે પરસેવાવાળું કપાળ લૂછવા ટેબલ પર પડેલા ટીસ્યુબોક્સ તરફ હાથ લંબાવ્યો, પણ તરત એમને થયું કે પરસેવો તો એ લૂછી ચૂક્યા છે..

(Photo model : Vaishali Radia)

Leave a comment

Your email address will not be published.

7 thoughts on “હકીકત (માઈક્રોફિક્શન) – પારસ એસ. હેમાણી”