ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

તેં આવું વિચાર્યું જ કેમ

એલાર્મ         –   હાર્દિક કલ્પદેવ પંડ્યા

મારી આંખમાં આંખ પરોવી એણે મારો હાથ પકડ્યો અને કહ્યું, “દુષ્યંત, તેં આવું વિચાર્યું જ કેમ કે, તું મારે લાયક નથી?” મને ભેટતા સાથે એ બોલી, “હું પણ તને પ્રેમ કરું છું!”

હું આગળ કંઈ બોલું તે પહેલા જ…

“એહસાન તેરા હોગા મુઝ પર…” મોબાઈલ રણક્યો. મારી ઊંઘ ઊડી. ‘ઈટ્સ ટાઈમ ફોર હોસ્પિટલ વિઝિટ’ એલાર્મ સાથે મૅસેજ ફ્લેશ થયો.

એલાર્મ બંધ કરી રાબેતા મુજબ એનું વ્હોટ્સઍપ ડીપી સસ્મિત થોડીવાર જોઈ મેં બેકનું બટન દબાવ્યું અને હોસ્પિટલ જવા તૈયાર થયો.

Leave a comment

Your email address will not be published.