ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

હીંચકાનો કિચૂડ..કિચૂડ.. અવાજ પણ તેલ ઊંજવાની સાથે જ બંધ થયો.

ઊંજણ – ભારતીબેન ગોહિલ

કુંતલ ફોટો ધરીને બોલેલી, “જુઓ, આપણા દીકરા… તેનો પરિવાર ને મસ્ત મજાનો દરિયાકિનારો.”

‘દીકરા અને વહુઓ..ફોટામાં જોતા તો આંખોને ટાઢક આપે પણ સંબંધની વાતે હૈયું ચીરી નાખે એનું શું?’ મારાથી મનોમન બોલી જવાયું. કુંતલતો તેની મસ્તીમાં જ હતી. કહે, “મેં તો એકેએકના ચહેરા જોયા..કેવા ખીલેલા છે નહીં?”

“કોઈને ચહેરા નથી કુંતલ. મહોરા પાછળ રહેલી સ્વાર્થવૃત્તિ તને નથી દેખાતી?” મેં જવાબ આપ્યો.

બે ઘડી મૌન છવાઈ ગયું. હીંચકાનો કિચૂડ..કિચૂડ.. અવાજ પણ તેલ ઊંજવાની સાથે જ બંધ થયો.

“સંબંધોને પણ ઊંજણની જરૂર હોય છે કાન્તિલાલ!” કુંતલનુ આ છેલ્લું વાક્ય મારો જીવનમંત્ર બની ગયું. પણ ખરું કહું?

હું નથી જાણતો. એનાથી મારા મૂરઝાયેલા સંબંધો તાજા થશે કે પછી મને જ મૂરઝાવી નાખશે..ધીમે..ધીમે…

Leave a comment

Your email address will not be published.