ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

કૂંપળ – હીરલ વ્યાસ

શિખા બાલ્ક્નીમાં રાખેલા આઠ-દસ કૂંડાને ગોટ મારવા બેઠી. નાની ખૂરપીથી કૂંડાની માટીને હળવેથી ઊંચી-નીચી કરી. માટી ઊંચી-નીચી કરતાં એને લાગ્યું કે એ માટીની અંદર જ ક્યાંક નવી કૂંપળ શોધે છે. બસ દર વખતે નવા-નવા રિપોર્ટ કરાવતી વખતે જેમ ડોક્ટરો એની અંદર શોધે છે તેમ! કૂંડામાં થોડું પાણી રેડી કૂંડાને માપસરખો તડકો મળે તેમ ગોઠવ્યા ને એનો ભેજ છેક આંખો સુધી પહોંચ્યો.

બસ, રાહ જોવાની હવે આમાંથી ક્યા છોડમાં નવી કૂંપળ નીકળે તેની.

Leave a comment

Your email address will not be published.