જીવ – મીનાક્ષી વખારિયા હવે બચ્યા-ખૂચ્યા શ્વાસ ડચકિયા લઈ રહ્યા છે. આપ્તજનો મારી અંતિમક્રિયાની તૈયારીમાં પણ લાગી ગયા હશે. તોયે હું હજી અગતિયાની જેમ આઈ.સી.યુ.ના દરવાજા તરફ મીટ માંડી રહ્યો છું. મારું દિલ કહે છે કે મારી હાલતના સમાચાર તારા સુધી પહોંચ્યા જ હશે. તું આવ્યા વગર નહીં રહે એની મને […]
Monthly Archives: October 2018
ઊંજણ – ભારતીબેન ગોહિલ કુંતલ ફોટો ધરીને બોલેલી, “જુઓ, આપણા દીકરા… તેનો પરિવાર ને મસ્ત મજાનો દરિયાકિનારો.” ‘દીકરા અને વહુઓ..ફોટામાં જોતા તો આંખોને ટાઢક આપે પણ સંબંધની વાતે હૈયું ચીરી નાખે એનું શું?’ મારાથી મનોમન બોલી જવાયું. કુંતલતો તેની મસ્તીમાં જ હતી. કહે, “મેં તો એકેએકના ચહેરા જોયા..કેવા ખીલેલા છે […]
સ્પર્શ- નિમિષ વોરા મને હતું કે હવે આંખ ખુલશે તો સ્વર્ગના દ્વાર સામે જ.. પણ ના, ફરી એ જ અંધારું.. કેટલા કલાકો ગયા હશે? કે દિવસો? એક એક ક્ષણ યુગ જેવી લાંબી.. જેટલું જોર હતું એટલું એકઠું કરી બૂમ પાડી, “હેલ્પ.. હેલ્પ.. હેલ્પ..” પાછો આવ્યો માત્ર પડઘો.. “હરી કાકા.. હરી […]
ડીમલાઇટ – અનુજ સોલંકી રાજકુમાર સિદ્ધાર્થે ફરી પ્રશ્ન કર્યો, “છન્ન, આ કોણ છે જે ખૂણામાં તરફડી રહ્યો છે?” પલટાતા પાના સાથે વિરાજ વધુ દૃઢ બનતો ગયો. ‘…ને સિદ્ધાર્થ યશોધરા અને રાહુલને મૂકી સત્યની શોધમાં નીકળી ગયો.’ “તો શું હું પણ?” ડીમલાઈટના અજવાળે તેણે પુસ્તક બાજુ પર મૂક્યું. “હજી જાગો છો?” […]
એલાર્મ – હાર્દિક કલ્પદેવ પંડ્યા મારી આંખમાં આંખ પરોવી એણે મારો હાથ પકડ્યો અને કહ્યું, “દુષ્યંત, તેં આવું વિચાર્યું જ કેમ કે, તું મારે લાયક નથી?” મને ભેટતા સાથે એ બોલી, “હું પણ તને પ્રેમ કરું છું!” હું આગળ કંઈ બોલું તે પહેલા જ… “એહસાન તેરા હોગા મુઝ પર…” મોબાઈલ […]
અસ્તિત્વ – હિરલ કોટડીયા “સાહેબ, રાતે હું મારી કેબીનમાં સૂતો હતો ત્યાં અચાનક સામેની હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરું જોરથી રડયું. કંઈક અજુગતું થયાનો અણસાર આવતા હું બહાર નીકળ્યો, ત્યાં એક સફેદ કપડાંવાળા, બેઠીદડીના માણસને બંધૂક સાથે બહાર નીકળતા જોયો.” ચોકીદારની જુબાની સાંભળી કોર્ટમાં નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. લોકો પેલા […]
એક બટકું – સોનિયા ઠક્કર “લઈ લે એક બટકું!” વિરાટ શેઠે પોતાના માનિતા નોકર વિજય સામે મીઠાઈ ધરી. રોજની જેમ આજે પણ તેણે એક ટુકડો મોંમાં મૂક્યો. બે કલાકમાં તો હવેલીમાં હોહા થઈ ગઈ. શેઠના મોંમાંથી ફીણ નીકળતું હતું! તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્રણેય દીકરાઓએ વિજય તરફ શંકા […]
ખુલાસો – રાજુલ ભાનુશાલી એણે ડૉરબૅલ વગાડવા હાથ ઉઠાવ્યો પણ દરવાજો ખુલ્લો જ હતો! એના હૃદયના ધબકારા વધી ગયા. એ દરવાજો હડસેલીને ફફડતી ઘરમાં પ્રવેશી. આરામ ખુરશીનું કીચુડ કીચુડ બંધ થઈ ગયું. પિતાની ઠંડી આંખો લોલકવાળા ઘડિયાળ તરફ ફરી. “પપ્પા! આજે એક્સ્ટ્રા લેક્ચર હતું ને એટલે થોડુંક મોડું થયું,” બોલતાં […]
સાંજ – શીતલ ગઢવી સાંજ પડે રોજની આદત મુજબ સતત ચાર ચક્કર મેં બાગની ફરતે લગાવ્યા. છતાંય એ વડીલ બાંકડાના છેડે સહેજ નમેલા જ રહ્યા. મને કોઈ અઘટિત થવાનો અણસાર આવતા હું ત્યાં પહોંચી ગઈ. “અંકલ.. તમે ઠીક તો છો ને..?” “શશશ..!” એક અર્ધ મરેલા જીવડાને પોતાની સાથે લઈ જવા […]
શિખા બાલ્ક્નીમાં રાખેલા આઠ-દસ કૂંડાને ગોટ મારવા બેઠી. નાની ખૂરપીથી કૂંડાની માટીને હળવેથી ઊંચી-નીચી કરી. માટી ઊંચી-નીચી કરતાં એને લાગ્યું કે એ માટીની અંદર જ ક્યાંક નવી કૂંપળ શોધે છે. બસ દર વખતે નવા-નવા રિપોર્ટ કરાવતી વખતે જેમ ડોક્ટરો એની અંદર શોધે છે તેમ! કૂંડામાં થોડું પાણી રેડી કૂંડાને માપસરખો […]
ખાલીપો – વિભાવન મહેતા ટ્રેનમાંથી ઉતરી મેં રોજની જેમ ઓંફીસ જવા માટે ૯.૪૦ની બસ પકડી. કન્ડક્ટર આવ્યો. મેં કહ્યું,”બે લાલ દરવાજા.” કન્ડક્ટરના ચહેરા પરના હાવભાવ જોતાંની સાથેજ બસનું છાપરું તોડીને મારા માથા પર આભ તૂટી પડયું. ‘હા, હવે એ ક્યાંથી હોય?’ મેં કહ્યું,” એક…એક લાલ દરવાજા.” ટીકીટ લઈને સીટ પર બેઠો […]
અલાર્મ – મીરા જોશી અલાર્મ વાગ્યું. બારી બહાર મળસ્કાના આકાશને તાકી રહેલી બે જાગતી આંખોની તંદ્રા તૂટી. ને તેનાથી અનાયાસ બાજુના ખાલી પડખે જોવાઈ ગયું, જ્યાં મૃત સૌભાગ્યના ડૂસકાંઓ હજુ પણ શ્વાસ લેતા હતાં. એના માથા પર હળવું ચુંબન કરી તેણે મલકાતા ચહેરે અલાર્મ બંધ કર્યું અને બંને માટે ટીફીન બનાવવા […]
પીડા – ધવલ સોની બેગ મૂકતી વખતે ટચલી આંગળી ફસાઈ જતાં હળવી ચીસ ફૂટી આવી. મનમાં હતું કે આશ્કા દોડતી આવશે પણ… પહેલાં તો સહેજ તાવ જેવું લાગે કે આશ્કા ધાબળો લઈને ભેટી પડતી. સંબંધોનો એ ગરમાવો હવે મૌનની માવજત પાછળ ઠંડો પડી ગયો હતો. સફરનો રોમાંચ જવાબદારીઓ નીચે ચગદાઈ […]
જિજીવિષા – સંકેત વર્મા યુદ્ધકેદીઓના એ કૅમ્પમાં થઈ રહેલી ગુસપુસમાં મેં સાંભળેલું,”જો તમે મેડિકલ પ્રયોગોમાં ભાગ લેવા તૈયાર થઈ જશો તો બચી જશો…” મને અલગ બૅરેકમાં લઈ જવામાં આવી. ત્યાં મારા જેવી કેટલીય સ્ત્રીઓ હતી. અમારા પર વંઘ્યીકરણના પ્રયોગો કરવામાં આવતા. દરરોજ ગુપ્તાંગમાં જલદ પ્રવાહી નાખવામાં આવતું. પ્રયોગમાં બિનઉપયોગી લાગતી […]
રોટલો – સંજય ગુંદલાવકર સાવ સહજ સુંવાળા હાથો વડે ભીખલાએ મને ભીંતે ચીતર્યો,”તેં આ શું દોર્યું?” મા મલકાઈ. ભીખલો ખભા ઉલાળતા બોખલું હસ્યો,”મા..એ રોટલો છે. તું’ય અહીં આવ. ચલ આને ખાઈએ.” “એ રોટલો નથી.” માની આંખો છલકાઈ,”કોઈ પૂછે તો કહેજે કે, મારો દોસ્તાર છે.” “પણ, તું મારા દોસ્તારને ભૂંસી તો નહીં નાંખે […]
મહોરું – પાર્મી દેસાઈ અન્ય એક સેવિકા એનો હાથ પકડીને આશ્રમના છેવાડાના કક્ષમાં લઈ ગઈ. “નસીબ માન કે હજુ તને આવ્યે માંડ બે દિવસ જ થયા છે ને બાપુએ તારા પર કૃપા વરસાવવાની ઈચ્છા કરી..” “પણ આ કક્ષ તો…” સફેદ ચાદર આચ્છાદિત પલંગ અને ફુલોથી સજેલો રૂમ જોઈ કુંતલના પેટમાં […]
માંગણી – કલ્પેશ જયસ્વાલ મંદિરમાં આંખો બંધ કરીને તેણે પ્રાર્થના કરી, “હે ભગવાન એટલું આપ કે તારા શરણે બેઠેલા ભિખારીઓને હું બે ટંક ખવડાવી શકું.” પ્રાર્થના કરીને તે ફરીથી હારમાં ગોઠવાયો, પોતાની જમાતમાં!
અણગમતું કામ – નિમિષ વોરા “દાદા, આ મારી બાની જવાબદારી મારી પર ના હોત તો ક્યારેય હું આવી નોકરી સ્વીકારત નહીં. મારા જેવો ડ્રાયવર આપણા ગામમાંજ નહીં પણ આખા જિલ્લામાં નહીં મળે.. છતાં જુઓ હાલત, સામે ચકચકિત ગાડી છે, ટાંકી ભરેલી છે, પાવર સ્ટિયરિંગ છે તોય દરરોજ સાફ કરી કમ્પાઉન્ડમાં […]
પડખું – મીનાક્ષી વખારિયા “તને કવ સું સવલી, ઉંચવરણ ઝેવા નખરાં આપડાં ઝેવી વહવાયાની ઝાતને પોહાય નય. હું ભલે મહાણમાં મડદા બાડતો હોંવ પણ સોડીને હાહરે મોકલવાનાં હપના તો હુંય ઝોંવ સુ… મનિયાને હો ભણાવવો સ…” “પણ તારા ઝેવો ધણી મેલીને હું..?” “મરી ગયલી… હાને હાટુ રૂપનાં ટોપલા લઇને ઝલમી […]
સામસામેના બાંકડે ગોઠવાયેલ બંને ક્યારથીય એકમેકના સંપૂર્ણ શરીરને નજરોથી પી રહ્યા હતા. ચાલીસી વટાવી ગયા હોવા છતાં નોકરી, દેખાવ અને લગ્નની ઇચ્છાના અભાવે બેઉ અપરિણીત રહી ગયેલા. આવેશભરી મનેચ્છાઓને પામવા બંને બગીચાની છેલ્લી નિર્જન દીવાલ પાસે ક્યારે પહોંચી ગયા એનુંય ભાન ન રહ્યું. દીવાલને અઢેલીને લગોલગ આવતાની સાથે શર્મિંદી પાંપણો […]
બેબી ડોલ – સંજય થોરાત “ઓહ! વૉવ! ફેન્ટાસ્ટીક ગર્લ!” એક સાથે બધા સૈનિકોએ ઉંહકારો ભર્યો. ગઈકાલે રાત્રે જાપાનથી પાછા ફરેલા મેજરની રૂમમાં બ્યુટી ગર્લને જોતાં જ બોર્ડર પર તૈનાત સૈનિકો રંગમાં આવી ગયા. પરિવારથી દૂર એકલા રહેતા સૈનિકોએ એનું નામ ‘બેબી ડોલ’ પાડી દીધું. આજે મેજરની એની સાથે પ્રથમ રાત […]
અજાણી – નીવારોઝીન રાજકુમાર એનું માથું પૂર્વના ખભે ટેકાઈ ગયું. પૂર્વ થોડો સંકોચાઈ ગયો. થોડી અવઢવ પછી અજાણીને જગાડવા હાથને સ્પર્શ્યો પણ જાગવાનાં બદલે એ પૂર્વનો હાથ જકડી પોતાના ખભા અને ગાલ વચ્ચે દબાવી થોડું એની બાજુ ફરી ગઈ. અજાણીનાં શ્વાસ પૂર્વનાં હાથ સાથે ટકરાવા લાગ્યા. યુવાન સ્ત્રીશરીરને મહેસુસ કરવાનો […]
દમલી – ભારતીબેન ગોહિલ પાણી વાળતો નંદુ અવાજ સાંભળી આવી પહોંચ્યો. ને અટક્યો-કોઈએ ‘સ્ટેચ્યુ’ કહ્યું હોય તેમ. તેની આંખો દમલીના આખાયે દેહ પર ફરી વળી. ઓઢણું ખસી ગયેલું. ખુલ્લો થયેલ કબજો ને ઘાઘરા નીચે ખુલ્લા પગ જોતાં જ નંદુના સૂતેલ સપનાં જાગી ઊઠ્યા. બે ડગલાં ચાલી તેણે માટીયાળા પગથી ઝાંઝરને […]
તલવાર – હિરલ કોટડીયા સારિકાના નાજુક સ્પર્શે જગાવેલા સ્પંદનોથી મારા હાથ અનાયાસે એની જુલ્ફોમાં અટવાઈ ગયા. તીવ્રતાથી ચાલતા ધબકારાની સાક્ષીમાં અમારા બંનેના અધર વધુ નજીક આવ્યા. અને મેં એના અધર ને મારા અધરોમાં જકડી લીધા. એના સ્તનના ઉભાર પર ફરતા હાથે જગાવેલા સ્પંદનોને માણવા હૃદય કેટલાય ધબકાર ચુકી ગયું. એના […]