ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એકલા રહેતા સૈનિકોએ એનું નામ ‘બેબી ડોલ’ પાડી દીધું

બેબી ડોલ – સંજય થોરાત

“ઓહ! વૉવ! ફેન્ટાસ્ટીક ગર્લ!” એક સાથે બધા સૈનિકોએ ઉંહકારો ભર્યો.

ગઈકાલે રાત્રે જાપાનથી પાછા ફરેલા મેજરની રૂમમાં બ્યુટી ગર્લને જોતાં જ બોર્ડર પર તૈનાત સૈનિકો રંગમાં આવી ગયા. પરિવારથી દૂર એકલા રહેતા સૈનિકોએ એનું નામ ‘બેબી ડોલ’ પાડી દીધું. આજે મેજરની એની સાથે પ્રથમ રાત હતી…. અતૃપ્ત વાસના ધરાવતા સાથી સૈનિકો લાઈવ ડેમો જોવા મળે એ માટે  બારી બારણાંની તિરાડોમાં ગોઠવાઈ ગયા. ડીમ લાઈટ ઓન હતી….

વાંકડિયા ગોલ્ડન વાળમાં બેબી ડોલ મરલીન મનરો જેવી લાગતી હતી. મેજર એની ગોલ્ડન લટને ચહેરા પરથી દૂર કરી હાથ ફેરવતા ગાલ પર થઈ હોઠે અટક્યા, એની છાતીનાં ઉભારને મનભરીને માણી એને કમરેથી ઉંચકી બેડ પર સુવાડી અને આક્રમક શૈલીમાં પોતાની ચરમસીમા સંતોષી.

મેજરની આ જાપાની ગુડીયા એમના પુરતી સિમિત ન રહેતાં દરેક સૈનિકોને સેટીસફાઇડ કરતી રહી…. આ ખબર કર્નલને પહોંચી. એમણે તાત્કાલિક મેજરને બોલાવ્યા, “બ્લડી નૉનસેન્સ, શેઈમ ઓન યુ મેજર….”

“સર, ડુ યુ નો? આપણા સૈનિકોના ત્રણ રેપ કેસ મેં રફેદફે કર્યા છે.”

“વ્હૉટ?”

“યેસ…. આ પ્લેઈંગ ડોલ એટલે જ જાપાનથી ખરીદી લાવ્યો….”

“ઓહ! ધેટ્સ ગ્રેટ મેજર….”

“અને હા…. મેઇન તો તમારી યુવાન દિકરી….”

Leave a comment

Your email address will not be published.