ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ગુનો – લીના વછરાજાની

ધડકતાં હૈયે અંતે વિલમાં બરાબર સહી કરી. પપ્પાની સહીની નકલ કરવામાં કેટલી પ્રેકટિસ કરવી પડી એ તો મન જ જાણતું હતું. બારમા-તેરમાની વિધી બાદ રાતે માત્ર અમે ત્રણ ભાઇઓ અને બેન રચના સપરિવાર હાજર હતાં ત્યારે પપ્પાનું  વિલ વંચાયું.

મને સહેજ ઠંડો પરસેવો વળ્યો.

વિલ મુજબ બધાં કદાચ સહેજ નારાજ હતાં પણ કાયદો માનવો રહ્યો. રચનાની નબળી આર્થિક સ્થિતિને કારણે એનો મિલકતમાં પચાસ ટકા ભાગ અને બાકીના પચાસ ટકા અમે ત્રણ ભાઇઓમાં વહેંચાયા.

રચનાની નજર પપ્પાના ફોટાના ઓવારણાં લઈને મને ગુનામુક્ત કરતી ગઈ.

Leave a comment

Your email address will not be published.