Daily Archives: August 15, 2019
હાલમાં સાહિત્ય સાથે થોડી પણ નિસ્બત ધરાવતા કોઈ વ્યક્તિને વાંચન વિશે પૂછીએ તો એમ જ કહેશે કે અત્યારની દોડધામભરી જિંદગીમાં લોકો પાસે વાંચવાનો સમય જ ક્યાં છે? પણ એવું નથી અગાઉ અખબારો, સામયિકો અને પુસ્તકો સુધી સિમિત રહેલા વાંચનની ક્ષિતિજો ઇન્ટરનેટના માધ્યમ થકી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોનની સ્ક્રીન સુધી વિસ્તરી […]
This is the only bird which dies along with the partner when the partner dies! The bird is called 'Thookkanam kuruvi' in Malayalam. Amazing creation of nature! Such unconditional love!
ગુજરાતી સાહિત્યજગતમાં માઇક્રોફિક્શન વાર્તાપ્રકારને પ્રસારિત અને પ્રસ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે સર્જાયેલ ‘સર્જન’ વોટ્સએપ ગૃપ દ્વારા પોતાના ઉદ્દેશને સાકાર કરવાના પ્રયત્નરૂપે ગુજરાતના વિવિધ શહેરોની લાઇબ્રેરી સાથે મળી માઇક્રોફિક્શન વાર્તાના પઠન, માહિતી અને સમજણ અંગે વિગતે ખ્યાલ આપતા કાર્યક્રમો “માઇક્રિફિક્શનની મહેફિલ”ના નામે યોજાઈ રહ્યા છે.
સર્જન ગૃપ દ્વારા માઇક્રોફિક્શન વાર્તાલેખનની સાથે સાથે સમયાંતરે આ વાર્તાઓના મૂળ જ્યાં દટાયેલા છે એવી ઝેનકથાઓ લઈને સર્જનસભ્યો દ્વારા પિષ્ટપેષણ કરવાનો અને એ રીતે આ વાર્તાઓની નજીક પહોંચવાનો, તેમાં ઊંડાં ઉતરવાનો અને આ વાર્તાઓમાં છુપાયેલી વિવિધ અર્થછાયાઓ સમજવાનો સ્તુત્ય પ્રયાસ કરવાનો ઉપક્રમ યોજવામાં આવે છે.
વર્ણન અને વાર્તાનો પ્રવાહ સામાન્ય જ છે એમાં કંઈ નવીનતા નથી. છતાં આ વાર્તાનું કન્ટેન્ટ અને વિષયનું નાવીન્ય એને અમુક ઊંચાઈઓ સુધી લઈ જાય છે.