ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લવબર્ડ – ભારતીબેન ગોહિલ

“પર્વ… ખરેખર તું મને…”

“યુ આર માય ફર્સ્ટ લવ…”

પાવનીની કલ્પનાને પાંખો ફૂટી. અવાજ ટહુકો થયો ને ચાલ બની નર્તન! તેનું અસ્તિત્વ લવબર્ડમાં સમાયું!

“પાવની, મારી દુનિયામાં તારું સ્વાગત છે!”

તે સજ્જ થઈને પહોંચી. હાથ લંબાયો. ધડકતા હૈયે ને બંધ આંખોએ સોંપ્યો.

“હેલ્લો! હું સ્પંદન.”

“તો પર્વ?”

“પર્વ તરફના દરેક રસ્તા વાયા સ્પંદન. તારી જેવી તો અનેક અહીંયા હા હા હા.”

તે ઊડવા ગઈ. અંદર બેઠેલ પંખીપણું બોલ્યું. “ઊડ તો આખી જાળ લઈને જ ઊડજે!”

ને તેણે પોતાની પાંખો સંકોરી.

Leave a comment

Your email address will not be published.