ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વળાંક – જિજ્ઞેશ અધ્યારૂ

એકલી પડેલી ઈશાનીએ સવારે એન્જલે આપેલી ચિઠ્ઠી ખોલી,

“સ્વીટ મૉમ,

દાદુ કહે, “હું પપ્પાને મિસ ન કરું એટલે તું નવા પપ્પા લાવે છે.” પપ્પા મને હગ કરતા, કેન્ડી અપાવતા ને ઘોડો બનતા. નવા પપ્પા એવું કરશે? નિરવે સીરીયલમાં જોયેલું કે નવા પપ્પા અને મમ્મી પનિશ કરે, તું નહીં કરે ને? રીના બુઆ કહે, “તારી મમ્મી ગઈ હાથમાંથી, નવા પપ્પાને ઘરે જતી રહેશે.” તું મને મૂકીને જતી રહીશ? તું પાર્લર ગઈ ત્યારે દાદી વઢેલા, “બાપને ખાઈ ગઈ, મા છોડીને ભાગી ગઈ.. ડૂબી મર બલા.” બલા એટલે એન્જલ એમ તેં કહેલું, પણ ડૂબી મરવું એટલે? મેં હેત્વીને પૂછ્યું તો કહે સ્વિમિંગપુલમાં ફૉલ થવું. યાદ છે મારા ફોર્થ બર્થડેના હું પુલમાં ફૉલ થયેલી, ને પપ્પાએ જમ્પ કરીને કેચ કરેલી. તું જતી રહીશ તો મારે ડૂબી મરવું પડશે? તો મારા પપ્પા આવશે? પુલ પાસે તારી રાહ જોઉં છું.

– એન્જલ”

ઈશાની ઊભી થાય એ પહેલા તો દરવાજો બંધ થવાનો અવાજ ગૂંજ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: