સર્જનની પહેલી શોર્ટફિલ્મ વખતની સરસ મજાની યાદો.. ત્રણ શોર્ટફિલ્મોના શૂટિંગ વખતના ફોટા અને અમે એ બહાને કરેલા આનંદની સાબિતી..
You may also like
માઈક્રોફિક્શનને એક ટુચકો, એક જોક ગણતા, એ રીતે લખતા અનેક લોકો વિશે શું કહેવું? મને નથી લાગતું કે મારે કે હાર્દિકભાઈએ કે નીલમદીદીએ કે સર્જનમાંથી કોઈએ પણ હવે સર્જન સિવાય માઈક્રોફિક્શન લખતા લોકો વિશે કંઈ પણ બોલવું જોઈએ.. સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું નથી? માઈક્રોફિક્શનને શબ્દોની ચાલાકી ગણતા કે ‘હું માઈક્રોફિક્શનને સાહિત્યનુ સ્વરૂપ ગણતો / ગણતી નથી’ કહેનારા મિત્રોને – વડીલોને પણ અમારે કંઈ કહેવું જોઈએ નહીં, કારણકે સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું બોલાયું નથી? દલીલો કોઈ હેતુ સારવાની નથી કારણકે બધા પોતપોતાના વિચારોની લાકડી લઈને જ આવે છે, અને એ લાકડીઓ વીંઝાય એટલે કોઈક તો ઘાયલ થાય જ.. ગાંધીજીની જેમ પોતાની લાકડીનો ઉપયોગ કરનારા મહાનુભાવો પણ છે, પણ આ એમની વાત નથી. પોતાના વિચારોની સ્પષ્ટતા અને મંતવ્યની સજ્જતા સાથે જે ચર્ચા કરવા આવે એનું એક વિદ્યાર્થી બનીને કાયમ સ્વાગત કર્યું છે અને કરીશું જ. પણ સાહિત્યનો અંતિમ હેતુ કોઈકના મનને શાતા આપવાનો હોય, કોઈકના જીવનમાં હકારાત્મકતાનો ઉજાસ ફેલાવવનઓ હોય, કોઈના મનને લોહીલુહાણ કરવાનો કદાપિ ન હોય.
હમસફર – જીજ્ઞેશ અધ્યારૂ ‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….” બારીના પડદામાંથી ચળાઈને આવતી ચાંદનીના આછા ઉજાસમાં એક મરોડદાર દેહલતા […]
એ પંદર વરસની છોકરી છે, પણ એનો દેખાબ તેર વર્ષ જેવો, મુંબઈની એક ગંદી સાંકડી ચાલીમાં એની મા સાથે રહે છે. એને ચાલીની સ્ત્રીઓની જેમ બીજી કુથલીઓમાં જરાય રસ નથી, આખો દિવસ ચાલીની પોતાનાથી નાની મિત્ર છોકરીઓ સાથે અર્થહીન રમતો રમ્યા કરે. એ ખૂબસૂરત નથી, એનો રંગ ગાઢો ઘઉંવર્ણો અને એમાં મુંબઈના વાતાવરણને લીધે કાયમ ચહેરાને ચીકાશ વળગી રહે છે. એના હોઠ ચીકુની છાલ જેવા પાતળા છે, અને ઉપરના હોઠ ઉપર હંમેશા પરસેવાના ત્રણ ચાર ટીપાં ઝબક્યા કરે. જો કે એનું શરીર સુડોળ અને ભરાવદાર છે, ગરીબી એની પાસેથી શરીરની સમૃદ્ધિ છીનવી શકી નથી. ઉલટું જાણે જવાનીએ ખૂબ શિસ્તબદ્ધ હુમલો કર્યો હોય એમ એની ઓછી ઉંચાઈ છતાં એ સતત તંદુરસ્ત અને ભરાવદાર થઈ રહી છે. ચાલીની પાસેની સડક પર ચાલતા ક્યારેક એનો મેલો ઘાઘરો ઉંચો થઈ જાય તો એના પગની સાગની ચમક ધરાવતી પીંડીઓ પર કંઈક આંખો ચોંટી જાય એવી એ આકર્ષક. એની પીંડીઓ પર એકેય વાળ નથી, પણ ચામડીના નાના નાના છિદ્રો સંતરાની છાલની યાદ અપાવે એવા કાયમ તરોતાજા.. એના વાળ ગુચ્છેદાર, લાંબા અને રાત્રે કોઈએ કાળી શાહી ઢોળી હોય એવા અંધારભર્યા, એને ચોટલો રમતી વખતે ચાબુકની જેમ પીઠ પર કાયમ વાગે. જિંદગીમાં એને કોઈ ફિકર નથી, બે વાર જમવાનું સમયસર મળી રહે છે, એની માં ઘરનું મોટાભાગનું બધું કામ કરે છે, અને એ પોતાની રમતો રમ્યા કરતી ખુશ રહે.
વિચાર – જીજ્ઞેશ અધ્યારૂ “વિચારને પણ એક આયુષ્ય હોય છે, તું એને માન નહીં આપે તો એ બીજે ક્યાંક અવતરશે…” ગુરુ અવનીશ […]
6 thoughts on “સર્જન શૉર્ટફિલ્મ શૂટિંગ એલ્બમ”
યાદગાર ક્ષણો
મીઠા સંભારણા
વિતી ગયેલી ક્ષણો ફરીથી તરોતાજા થઈ ગઈ… 👌😍🌺
Super
મધુર સંભારણા
સર્જનની સોનેરી ક્ષણો