ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….”

હમસફર – જીજ્ઞેશ અધ્યારૂ

‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….”

બારીના પડદામાંથી ચળાઈને આવતી ચાંદનીના આછા ઉજાસમાં એક મરોડદાર દેહલતા કિંગબેડ પર ઢળી રહી. દરવાજે ઉભેલું શરીર જાણે સુન્ન થઈ ગયું, અચાનક એમાં ઝણઝણાટી ફેલાઈ, ધીમા પગલાં થયા. પેલા શરીરનું એકમાત્ર આવરણ હવાએ સેરવી નાખ્યું.

સુંદરતા સહેજ ખસી. એ કિનારે બેઠો, પાસેના ગોરા લીસ્સા પગની પાની પર સહેજ અચકાઈને આંગળીથી હળવો સ્પર્શ કર્યો. ઘેરા પોલિશ્ડ નખ સાથે પગની આંગળીઓ અને આખુંય શરીર, બધું રણઝણી ઉઠ્યું. સાથ પુરાવવા ઝાંઝરેય સહેજ રણક્યું. એ અચકાયો. ખચકાટ જાણી ગયેલા પેલીના બે હાથે ચહેરો પકડ્યો, ચાર બંધ આંખોની સાખે હોઠ મળ્યા. ઝુલ્ફો વિખેરાઈ. કિનારેથી અગાધ દરિયામાં સર્યો. પર્વતો, નદીઓ, સંવેદનથી અનુભૂતિ, બધા આવેગોમાં એ ડૂબતો-તરતો રહ્યો. કોરો સંતોષ નહીં, પ્રાપ્તિનો ભીનો આનંદ બંને પક્ષે હતો.

વરસાદ પછી સૂર્યોદય થયો… આઘાતની પરંપરા… બે મૃગજળ ભીની આંખે રણને કિનારે મળ્યાં.

“શચી?” આંખોએ પ્રશ્ન પૂછ્યાં.

“એકાદ-બે મહીના, કદાચ… પણ તું?”

પળભરમાં વીસેક વર્ષોનો બંધ તૂટ્યો. કેટકેટલુંય વહ્યું, પૂર ઓસર્યા… પાણીની એક બૂંદે રણમાં એક નાનીશી કુંપળ ફૂટી.

Leave a comment

Your email address will not be published.

One thought on “‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….””