ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બે ઘટના – સરલા સુતરિયા

“પાંસ પાંસ વરહ થ્યા લગનને, મૂઈ વહુને ઓધાન રે’તા નથ. મું હુ કરૂં? એકનો એક સોરો સે. વાંહે હરાધ કરવા હારૂ કોઈ જોવેને!” પત્નીનો બળાપો સાંભળતા રતનાઆતાએ એને શાંત પાડી, “મું કઈ કરું સું. તું ટાઢી પડ.”

“એય, હાંભળો સો? તમ ફેરથી લગન કરી લ્યો ને! આ સોકરા વન્યાની કાઈ ઝંદગી કેવાય!” રેવતીની આંખમાં આંસુ ઉમટી આવ્યાં.

છગને પ્રેમથી આંસુ લૂછતા કીધુ, “કાઈ ગાંડી થઈ સો, સોકરા નહી હોય તો હાલહે, તારા વન્યા નહી હાલે.”

“સગનને ટેમ નથી ને તારા ટાંટિયા દુખે સે તી હું ને રેવતીવહુ ભીમાના પરસંગમાં ઝાતા આવીએ. લ્યો હાલો વહુ, મોર્ય થાવ વાંહે વાંહે હું હાઈલો આવું સું.”

રતના આપા હાથમાં ડાંગ લઈને ઊભા થ્યા. રેવતી એમની આગળ થઈને હાલવા તો માંડી પણ કાલ રાતે ખબર નહીં શું ખવાઈ ગયું હતું કે એને મજા નહોતી આવતી. વચ્ચે નિર્જન રસ્તો આવતાં જ સસરાનું ડાંગ ઉગામવું ને વહુનું ઊલટી કરવા વાંકા વળવું, બેય ઘટના એક સાથે બની.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *