સરોગસી – સરલા સુતરિયા

અગાશીએ ઊભીને સંધ્યાના રંગોમાં આશકાની સૂરત નિહાળી રહેલા પ્રિયંકનું મન અજબ વિષાદમાં અટવાયું હતું.

આશકાને એણે ખૂબ સમજાવેલી પણ આશકા એકની બે ન થઈ.

કારમી ગરીબાઈ જોઈ ચૂકેલી આશકા આ મોકો છોડવા નહોતી ઇચ્છતી.

પૂરા પાંચ લાખ રૂપિયા મળવાના હતા એને ને વર્ષોવર્ષ દીકરીના અભ્યાસની ફી પણ ભરાઈ જવાની હતી. એટલે સરોગેટ મધર થવાનું ખુદની મરજીથી સ્વીકારી લીધું હતું આશકાએ.

પૂરા નવ મહિના જાત જાળવી જીવેલી આશકા પ્રસૂતિ સમયે હિંમત હારી ગઈ.

ડોકટરે બનતા પ્રયત્નો ચાલુ કરી દીધા.

પ્રિયંક અને વહાલસોઈ દીકરીને જોઈ એની બુઝાતી નજરમાં તેજ ટમટમ્યું ને તરસતું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *