ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ખેલ – પારૂલ મહેતા

ગુરદાસ આજીવન હિજરાતો રહ્યો. જર, જમીન, જોરુ બધું હોવા છતાં પેલી ખૂટતી કડી જોડવા એ ખૂબ તરસ્યો. જૈફ વયે કરેલા બીજા લગ્નથી પણ એ ન થયું. પછી એણે નવો ખેલ રચ્યો.

“કોમલસિંગ, તું મેરા બહાદૂર બેટા હૈ.” કહેતો પોતાનો કાલ્પનિક ખેલ રચતો. અજાણતાં જ પ્યાદું બનેલી નાની પુત્રી કોમલ, કિરપાણ અને પઘ પહેરીને પિતાએ દીધેલા નવા અવતારને જીવતી રહી. એ યુવાનીના ઊંબરે આવી અને વળી ગુરદાસનો જીવ રૂંધાયો.

આજે ગુરદાસ કોમલને દીકરાના પોશાકમાં સજ્જ કરી ખાટલા પર બેઠો છે, ઘરની અંદર આ ખેલની વર્ષોથી મૂક સાક્ષી પત્નીઓ અને સગીર પુત્રીઓ એના અંતિમ ખેલની તૈયારી કરી રહી હતી.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: