ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મોહિતને નર્સ ખસેડે એ પહેલા તો મોડું થઈ ચૂક્યું હતું!

પ્રારબ્ધ – ડૉ. નિલય પંડ્યા

 

“અરે અરે ભાઈ… શું કરો છો? આ તમારો પગ…” ચીસો પાડતી, પાછળથી ધસી આવેલી નર્સે મોહિતને એક જ ધક્કામાં હડસેલી દીધો.

 

છેલ્લા છ દિવસથી વૅન્ટીલેટરનાં સહારે જીવી રહેલી માનો એક અંતિમ સ્પર્શ અનુભવવા હૉસ્પિટલમાં આવેલા મોહિતને નર્સ ખસેડે એ પહેલા તો મોડું થઈ ચૂક્યું હતું! હા, પોતાની જ માની ઑક્સિજન ટ્યુબ પર દીકરાનો અજાણે જ પગ આવી ગયો હતો અને નર્સ કંઈ કરી શકે એ પહેલાં તો…

 

અંતિમ સંસ્કાર વખતે મોહિત ખુશ હતો. ભલે મૃત હોય, પણ વીસ વર્ષે આ જન્માંધ દીકરો છેવટેે પોતાની માનો ચહેરો તો જોઈ શક્યો. દીકરાનાં ચહેરા પર લાગેલી માની આંખો હર્ષથી છલકાઈ ગઈ!

Leave a comment

Your email address will not be published.