ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

“છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું

છુટકારો – જાહ્નવી અંતાણી

 

“તબિયત સારી નથી?” સવિતાને ધીમેથી પોતું મારતાં જોઈ શેઠાણીએ પૂછ્યું.

“આખું શરીર તૂટે છે.” નીચી નજરે સવિતાએ જવાબ આપ્યો.

“છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું.

“અસ્ત્રીનો અવતાર સીએ બુન. સહન કયરે જ છૂટકો… છેટે થવાના પાંસ દા’ડા મારે મન ભગવાનના આશીર્વાદ સમ સે. મારે મન એ જ છુટકારો.”

શેઠાણી મનોમન એમના ઘરની આધુનિકતાને કોસી રહ્યા.

Leave a comment

Your email address will not be published.

One thought on ““છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું”